રણદીપ હૂડાએ પોલીસ સ્ટેશનમાં જઈને સફાઈકામ કર્યું

કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદથી બોલિવૂડ સેલેબ્રિટી સહિત મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલને અસર થઈ છે. આ વચ્ચે એક્ટર રણદીપ હૂડાએ મુંબઈ પોલીસ સાથે મળીને શનિવારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાનું કામ કર્યું હતું. આ દરમિયાન અન્ય કેટલાક વોલેન્ટીયર્સ પણ સાથે જાેડાયા હતા.
એક્ટરે આ સ્વસ્છતા અભિયાન બાદની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે માસ્ક, હાથમાં ગ્લવ્સ અને ટોપી પહેરીને અન્ય વોલેન્ટીયર્સ સાથે મળીને ગંદકી અને કચરો દૂર કરી રહ્યો છે. ઉપરાંત તેણે તમામ લોકોને દેશ તથા પર્યાવરણ માટે જરૂરી કામ કરવા વિનંતી કરી હતી.
રણદીપ હૂડાએ પોતાની ઈન્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, ‘જ્યારે તમે અન્ય લોકોની ભલાઈ માટે સારું કામ કરો છો, તેનાથી તમને ખુશી અને હેતુ મળે છે… તમારે ધરતી કે દેશની સેવા કરવા માટે વર્સોવા બીચ જવાની જરૂર નથી… ગમે ત્યાંથી શરૂ કરો… શેર કરવું અને લાઈક કરવાથી કશું નથી થવાનું… આજે વર્સોવા પોલીસ સ્ટેશનની સફાઈ કરી.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હૂડા સલમાન ખાન અને દિશા પાટની સ્ટારર ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યા છે. જાેકે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ખસેડી દેવામાં આવી છે.
રણદીપ હૂડાએ પોસ્ટ કરતા જ તે ચર્ચામાં આવી ગયો હતો અને ઈન્ટરનેટ પર એક્ટરના આ કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. જાેકે આ પહેલીવાર નથી જ્યારે એક્ટરે સ્વસ્છતા અભિયાનમાં ભાગ લીધો હોય.