પોળો ફોરેસ્ટ નજીક હરણાવ નદીમાં ન્હાવા પડેલા UPના બે મજૂરોનાં મોત
સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢી પીએચસીમાં પીએમ માટે મોકલ્યા
(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગરની પોળોમાં હરણાવ નદીમાં ન્હાવા પડેલા ઉત્તર પ્રદેશના બે મજૂરોનાં મોત નિપજ્યા હતા. બંનેના મૃતદેહો આજે સવારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં પડી શોધી કાઢવામાં આવ્યા હતા અને બંનેની લાશોનું પીએમ કરાવવા વિજયનગરના પીએચસી કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ઉતર પ્રદેશ રાજ્યના મિરજાપુર જિલ્લાના ધરમગઢ ગામના આ બે મૃતકો સહિતની આશરે ૧૫ જેટલા મજૂરોની એક ટુકડી રાજસ્થાનના ડૈયા પંથકમાં ટાવર નાખવાના કામમાં મજૂટી અર્થે આવી હતી જ્યાં કામ પૂરું થતાં આ ટુકડી ગતરોજ સાંજના સમયે એક. ટેમ્પોમાં પોળો પાસેથી પસાર થતાં. એમાંથી બે યુવાનો ગરમીને કારણે મોડી સાંજે પોળોમાં આવેલ હરણાવ નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે ડૂબી જ્વાથી બંનેના મૌત નિપજ્યા હતા.
આ બનાવ અંગે આભાપુર ગ્રામ પંચાયતના તંત્રે તાત્કાલિત ૧૦૮ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને મામલતદાર આર.કે.પરમાર ,સ્થાનિક તલાટી સહિત વહિવટી તંત્રની ઉપસ્થિતિમાં સ્થાનિકોની મદદથી ડુબી જનાર બન્ને યુવાનોની મોડી રાત ૧૨ઃ વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણીમાં ઉંડાણ વધુ હોવાથી બંને મૃતકોની લાશ મોડા સુધી મળી આવી ન હતી.
આજે સવારે સ્થાનિક લોકો જંગલમાં ટીમરુ પાન તોડવા જઈ રહ્યા હતા ત્યારે રોડની બાજુમાં જ. આવેલી હરણાવ નદી કાંઠે કપડાં પડેલા જોતા નદીમાં કોઇ ડૂબી ગયુ હોવાની આશંકાએ પૂછપરછ કરતા ગતરોજ અહીં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી ગયાની એમને જાણ થતાં આ મજૂરોમાંના સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાતા બન્ને ઇસમોની લાશો મળી આવતા બન્ને લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમના કામ અર્થે વિજયનગર પી.એચ.સી. સેન્ટર મોકલી આપી હતી.
મૃતક શ્રમજીવીઓમાં ૧ઃતૌસિફઅલી સમસેરઅલી અંસારી ઉ.વ.-૨૪. ને ૨ઃ રાજાગુડુ અંસારી ઉં.૧-૧૯ (બન્ને રહે. રહે.દેવહટ પોસ્ટ.ડ્રમન્ડગંજ તા.લાલગંજ, મિરઝાપુર -ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે વિજયનગર પોલીસ મથકે આ બનાવ અંગે. એડી નોધીને અહેકો સુરેશભાઈ કડવાજીએ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.