પોશિનાના બારા ગામે ટ્રેકટરમાંથી પડી જતાં બાળકનું મોત.
પોશીના તાલુકાના બારા ગામે તારીખ 25-05-2020 ના રોજ ચાલુ ટ્રેક્ટર માં થી આઠ વર્ષનો બાળક પડી જતા તે બાળક નું મરણ થતા પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ થયેલ છે. પોશીના પોલીસ સ્ટેશનના કલ્પેશભાઈ ના જણાવ્યા પ્રમાણે ગઈ તારીખ 25- 5- 2020 ના રોજ બારા ગામે નંબર પ્લેટ વગરના એક નવા મહિન્દ્રા ટ્રેક્ટર પર બેઠેલ વિકાસ નામનો આઠ વર્ષનો બાળક ચાલુ ટેકટર પરથી પડી જતો ટ્રેકટર પાછળ જોઈન્ટ ટ્રોલી ના ટાયર નીચે આવી જતા બાળકને ગંભીર ઈજાઓ થતા મરણ જતા ધરમાભાઈ પરમાર, રહેવાસી બારાએ પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ જેની તપાસ પોશીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી આર.જે. ચૌહાણ સાહેબ કરી રહ્યા છે.