Western Times News

Gujarati News

પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારનો વરઘોડાનો વીડિયો વાયરલ

હિંમતનગર: કોરોનાને લઇને લોકોમાં હજુ પણ બેદરકારી ભર્યું વર્તન જાેવા મળે છે. જેમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો માસ્ક વગર એકબીજાને અડોઅડ રહી નાચી રહ્યાં છે.

સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામમાં એક વરધોડાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોરોના મહામારીમાં ડીજેના તાલે મન મુકીને લોકો ઝૂમ્યા છે. તેમાં લોકો કોરોના મહામારી ભૂલ્યાની સ્થિતી જાેવા મળે છે. તેમાં વીડિયો જાેઇ લાગે છે કે આ લોકોના કારણે ત્રીજી વેવ ફાટી નિકળે તો નવાઇ નહી. મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચ્યા છે. જેમાં કોરોના ગાઇડ લાઇન વિસરાઇ ગઇ છે.

ખેરોજ પોલીસે વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. અને કસૂરવાર સામે આઈપીસી અને એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. તેમ ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.વાઘેલાએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.