Western Times News

Gujarati News

પોષણથી ભરપૂર આહાર માટે ત્રણ નવી વાનગી અજમાવો

Sunshine Breakfast Fruit Salad with Walnut Crumb

તંદુરસ્ત આહાર લેવાથી સંખ્યાબંધ આરોગ્ય લાભ થાય છે તથા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે. સારા આરોગ્યની વાત કરીએ તો શરીરની શ્રેષ્ઠ કામગીરી માટે પોષણથી ભરપૂર આહાર મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે તંદુરસ્ત આહાર લેવો સરળ નથી, પરંતુ તંદુરસ્ત આહાર માટેની કટીબદ્ધતા રાખવી તમારો સ્માર્ટ નિર્ણય હોઇ શકે છે. આથી પોષણથી ભરપૂર આહાર લઇને તમારી એકંદર સુખાકારી પ્રાપ્ત કરો. તમારા હ્રદય, મગજ અને આંતરડા માટે આવશ્યક પોષણ માટે વોલનટ્સ ઉત્તમ વિકલ્પ છે.

ઓમેગા-3નો ઉત્તમ સ્રોત એવાં વોલનટ્સ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન અને ફાઇબર જેવાં મહત્વપૂર્ણ પોષક તત્વો ધરાવે છે. તેના ફ્લેવર અને ડાયનામિક નેચર સાથે ઉચ્ચ ન્યુટ્રિશિયન પ્રોફાઇલથી તે કોઇપણ નાસ્તા અને ભોજનમાં સામેલ થવા માટે આદર્શ છે. આથી તંદુરસ્ત અને પોષણયુક્ત આહાર તૈયાર કરવા માટે નીચેની વાનગીઓ અપનાવો.

સનશાઇન બ્રેકફાસ્ટ ફ્રુટ સલાડ સાથે વોલનટ ક્રમ્બ – શેફ સબ્યસાચી ગોરાઇ

સામગ્રીઓ 1 કિવી, છાલવાળી, અડધી, કાતરી

1 નેક્ટરાઇન, છાલવાળુ, કાતરી

150 ગ્રામ સ્ટ્રોબેરી, કાતરી

50 ગ્રામ રેડ સીડલેસ દ્રાક્ષ, કાતરી

2 સ્પ્રિંહ્સ મિન્ચ, સમારેલા

50 ગ્રામ વોલનટ્સ, ટુકડા

2 ચમચી ઓટ્સ

1 ચમચી સૂકું નાળિયેર

4 ચમચી યોગર્ટ

તૈયારીઓ

  1. ફળો અને મિન્ટને મિશ્રિત કરીને બાજૂમાં રાખો
  2. ફોઇલ લાઇન્ડ બેકિંગ ટ્રેમાં વોલનટ્સ, ઓટ્સ અને કોકોનટને મૂકો તથા ટોસ્ટ કરવા માટે 1થી2 મીનીટ માટે પહેલેથી ગરમ ગ્રિલમાં મૂકો
  3. ફળોને બે ગ્લાસના તળીયે મૂકો અને તેની ઉપર યોગર્ટ સાથે વોલનટ્સ મૂકો

ઓરેન્જ ટર્મરિક એન્ડ વેનિલા યોગર્ટ સ્મૂધી  – શેફ નેહા દિપક શાહ

સામગ્રીઓ

અડધી ચમચી ફ્રોઝન મેંગો ક્યુબ

Orange Turmeric & Vanilla Yogurt Smoothie

અડધો કકપ ઓરેન્જ જ્યુસ

1/4 કપ વેનિલા યોગર્ટ

2 ચમચી મધ

અડધી ચમચી હળદર

1/4 ચમચી જ

1/4 ચમચી વેનિલા એક્સટ્રેક્ટ

1 ફ્રોઝન બનાના

તૈયારીઓ તમામ સામગ્રીઓને હાઇ સ્પીડ બ્લેન્ડરમાં મૂકો અને સ્મૂધ થાય ત્યાં સુધી મિશ્રિત કરતા રહો

ચીકપી એન્ડ વોલનટ સલાડ સેન્ડવિચ – શેફ સબ્યસાચી ગોરાઇ

સામગ્રીઓ

1/3 માયોનિઝ

1/4 લેમન જ્યુસ

Chickpea & Walnut Salad Sandwiches

2 ચમચી શુદ્ધ મેપલ સિરપ

420 ગ્રામ બોઇલ કરેલા ચીકપી

2/3 સેલરિ, પાસાદાર ભાત

અડધો કપ ટોસ્ટ કરેલા વોલનટ્સ

અડધો કપ ડ્રાય કેનબેરિઝ

અડધો કપ ઇટાલિયન પર્સલી, સમારેલી

1/4 કપ લાલ ડુંગળી

મીઠું અને તાજા મરી

16 બ્રેડ સ્લાઇસ

8 મોટા લેટીસ પાંદડા

2 એવોકાડો, સમારેલા, છાલવાળા

તૈયારીઓ

  1. માયોનિઝ, લેમન જ્યુસ અને સિરપને મધ્યમકદના બાઉલમાં મિશ્રિત કરો
  2. ફુડ પ્રોસેસરમાં ચીકપી મૂકો અને દળી નાખો
  3. બાઉલમાં ડ્રેસિંગ સાથે ઉમેરો, જેમાં સિરલી, વોલનટ્સ, કેનબેરિ, પર્સલે અને ડુંગળીને મિશ્રિત કરો તથા તેની ઉપર મીઠું અને મરી છાંટો
  4. બ્રેડ સ્લાઇસ સાથે લેટીસ અને એવોકાડો સાથે પીરસો

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.