Western Times News

Gujarati News

પોસ્ટપેડ બિલ બાબતે ગ્રાહકે ઓફિસ માથે લઇ તોડફોડ કરી

(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં રિલાયન્સ જિઓના પોસ્ટપેડ બિલ બાબતે ગ્રાહકે ઓફિસ સાથે લઇને તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સેટેલાઇટના વૃંદાવન બંગલોઝમાં રહેતા અને રિલાયન્સ જિઓમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ શાહે ફરિયાદ નોંધાવી છે. કાલે સાંજના સમયે એક ગ્રાહક જિઓની ઓફિસ પર આવ્યો હતો. ગ્રાહકની પોસ્ટપેડ બિલ બાબતે ક્વેરી માટે કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાંથી કેયુરભાઇ કારિયા ફરિયાદના નિવારણ માટે ગયા હતા.

ગ્રાહકની ફરિયાદનું નિવારણ કરતા હતા ત્યારે ગ્રાહક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ત્યાં હાજર સિક્યોરિટીને ધક્કો મારી કમ્પ્યુટર તોડી નાખ્યુ હતું. આ ગ્રાહક જાેરજાેરથી ઓફિસમાં ગાળો બોલવા લાગ્યો હતો. આ સમયે ટેબલ પગમાં વાગતા ચિરાગભાઇને સામાન્ય ઇજા થઇ હતી. ચિરાગભાઇના સ્ટાફના અન્ય કર્મચારીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તેમને બોલાવી લીધા હતા. પોલીસ રિલાયન્સ જિઓની ઓફિસ પર આવતા ચિરાગભાઇએ રીતેશ શાહ નામની વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.