પોસ્ટરમાં જાહેર કરાયેલા વધુ ૧૨ ઉપદ્રવીઓની ધરપકડ
કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગયા શુક્રવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસાને લઈને પોલીસે સોમવારે વધુ ૩૮ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કમિશનરેટ પોલીસ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં નજર આવી રહેલા ૧૨ અન્ય ઉપદ્રવી પણ સામેલ છે.તેની સાથે જ આ મામલે અત્યાર સુધીમાં ૫૦ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. કાનપુરના જાેઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ મંગળવારે તેની પુષ્ટિ કરી છે.
કાનપુર પોલીસે હિંસામાં કથિત રીતે સામેલ પ્રમુખ આરોપીઓના હોર્ડિંગ્સ બનાવ્યા છે અને તેને હિંસાથી પ્રભાવિત સ્થળો અને આસપાસના મુખ્ય સ્થળો પર લગાવ્યા છે.આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે, ‘અમે સીસીટીવીફૂટેજ અને વીડિયો ક્લિપ્સ દ્વારા લગભગ ૧૦૦થી વધુ તોફાનીઓ અને પથ્થરબાજાેની ઓળખ કરી છે.’ તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન ચાલુ છે અને તોફાનીઓની વહેલી તકે ધરપકડ થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નાયબ પોલીસ કમિશનર પ્રમોદ કુમારે જણાવ્યું કે, ૩ જૂનની હિંસામાં કથિત રીતે સામેલ લગભગ ૨૦ પ્રમુખ આરોપીની તસવીરો વાળા ૨૫ હોર્ડિંગ્સ પ્રભાવિત વિસ્તારોમાં અને તેમની આસપાસના પ્રમુખ સ્થળો પર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં પોલીસે લોકોને આ તોફાનીઓની ઓળખ કરવામાં મદદ કરવા માટે અને તેમના વિશે જાણકારી આપવા વિનંતી કરી છે. આ સાથે જ તેમાં પોલીસ સ્ટેશનનાં પ્રભારીઓ અને પોલીસ અધિકારીઓના ફોન નંબર આપ્યા છે.
આ ઉપરાંત ડીસીપી સંજય ત્યાગીની આગેવાની હેઠળની વિશેષ એસઆઈટીની સહાયતા માટે ૩ વધુ વિશેષ દળોનું ગઠન કરવામાં આવ્યું છે.પ્રથમ વિશેષ દળમાં ૪ સદસ્યો સામેલ છે. જેનું નેતૃત્વ અપર ડીસીપી રાહુલ મીઠા કરશે. તેને સીસીટીવી ફૂટેજની દેખરેખ કરવા અને બધા આરોપીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજને એસઆઈટીને સોંપવા માટે ગઠન કરવામાં આવ્યું છે.SS2KP