પોસ્ટલ બેલેટ પર ચૂંટણી પંચ સામે YSR કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી
અરજી દાખલ કરવામાં આવી
પિટિશનર YSR કોંગ્રેસે પોસ્ટલ બેલેટની માન્યતા અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યાે હતો
નવી દિલ્હી,YSR કોંગ્રેસે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા મતોની માન્યતાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યાે છે. YSR કોંગ્રેસે આ મુદ્દે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી છે. ૪ જૂને મતગણતરી પહેલા ચૂંટણી પંચને સ્પષ્ટ સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે.
પિટિશનર YSR કોંગ્રેસે પોસ્ટલ બેલેટની માન્યતા અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યાે હતો, જેમાં પોસ્ટલ બેલેટની માન્યતા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. અરજદારની દલીલ એવી છે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના મેમોને પડકારવામાં આવ્યો છે જે પોસ્ટલ બેલેટની માન્યતા નક્કી કરવા માટે પૂર્વ-સ્થાપિત નિયમોને હળવા બનાવે છે.
આ સંબંધમાં આંધ્રપ્રદેશ માટે ૩૦ મેના રોજ જારી કરાયેલા ચૂંટણી પંચના પરિપત્રને પણ પડકારવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફોર્મ ૧૩ છ પર વેરિફિકેશન અધિકારીની સહી જ બેલેટ પેપરને માન્ય ગણશે.તેની અરજીમાં, YSR કોંગ્રેસે પોસ્ટલ બેલેટની માન્યતા નક્કી કરવા માટે અનુસરવામાં આવતા માપદંડોમાં છૂટછાટ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલ મેમોરેન્ડમને પડકાર્યાે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો આંધ્ર પ્રદેશ રાજ્યમાં અંદાજે પાંચ લાખ મતોની માન્યતા સાથે સંબંધિત છે. જે કુલ પડેલા મતના દોઢ ટકા છે.ss1