પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ ૫૦૦ કરાયું
નવી દિલ્હી: જાે આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. પોસ્ટ ઓફિસે પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની નિયત લિમિટને આજથી લાગુ કરી દીધી છે. હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે.
જાે તમે આવું નહીં કરો તો ૧૦૦ રૂપિયા રોજના ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ ઝીરો થઈ જશે, જેનાથી આપનું ખાતું બંધ થઈ શકે છે. ઈન્ડિયા પોસ્ટએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.
ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ૧૧ ડિસેમ્બર સુધી ૫૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે. જાે ૧૨ ડિસેમ્બરે ગ્રાહકોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક વ્યાજ દર ૪ ટકા છે. વ્યાજની ગણતરી દર મહિનાની ૧૦મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમમ બેલેન્સ રકમના આધાર પર કરવામાં આવે છે.
ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જાેઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાવી શકાય છે. ૧૦ વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની વ્યક્તિના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતી વખતે નોમિની જરૂરી છે.