Western Times News

Gujarati News

પોસ્ટ ઓફિસમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો રૂ.૧૦૦ રોજ કપાશે

નવીદિલ્હી, જાે આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર વાંચી લેજાે પોસ્ટ ઓફિસે પોતાના ગ્રાહકો માટે મિનિમ બેલેન્સની નિયત લિમિટને આજથી લાગુ કરી દીધી છે હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે જાે તમે આવું નહીં કરો તો ૧૦૦ રૂપિયા રોજના ચાર્જ કાપવામાં આવસે અને બાકીની રકમ ઝીરો થઇ જશે જેનાથી આપનું ખાતુ બંધ થઇ શકે છે.

ઇન્ડિયા પોસ્ટે પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલથી ટ્‌વીટ કરીને આ વાતની માહિતી આપી છે ટ્‌વીટમં જણાવાયું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ૫૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે જાે મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે.

વેબસાઇટ અનુસાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક વ્યાજ દર ૪ ટકા છે વ્યાજની ગણતરી દર મહીનાની ૧૦મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમન બેલેન્સ રકમના આધાર પર કરવામાં આવે છે ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઇ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે.

પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જાેઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વ્યસ્કની જેમ ખોસલામાં આવી શકાય છે ૧૦ વર્ષની ઉપરના માઇનર દ્વારા એકાઇન્ટ ખોલાવી શકાય છે એક વ્યક્તિ દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે આ સાથે માઇનોર કે અસ્થિર મગજની વ્યક્તિના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતી વખતે નોમિની જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.