પોસ્ટ ઓફિસો લૉકડાઉન દરમિયાન પોસ્ટલ અને નાણાંકીય સેવાઓ પૂરી પાડી રહી છે
કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે લૉકડાઉન દરમિયાન પોસ્ટ ઓફિસો પાયાની ટપાલને લગતી અને નાણાકીય સેવાઓ પૂરી પાડી રહી છે. પોસ્ટલ નેટવર્કના માધ્યમથી જરૂરી વસ્તુઓની ડિલીવરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફીસ સેવિંગ્સ બેંક અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અંતર્ગત નાણા કાઢવાની અને જમા કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કોઇપણ બેંકમાં રહેલા ખાતાઓમાંથી રોકડ નાણા કાઢવા માટે એટીએમ સુવિધા અને એઈપીએસ (આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ) પણ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ છે.
પોસ્ટ વિભાગ એ બાબતની પણ ખાતરી કરી રહ્યો છે કે તેની સંપૂર્ણ પુરવઠા શ્રુંખલા દરમિયાન સુરક્ષા પગલાઓનું અમલીકરણ કરીને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે જેથી કરીને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી કરી શકાય અને નાગરિકોને સેવાઓની અસરકારક સુરક્ષિત ડિલીવરી પહોંચાડી શકાય.