પોસ્ટ વિભાગના અધિકારીઓ પેન્શન હયાતીની ખરાઈનું કામ ઘરે આવીને કરશે

સોસાયટી કે ફલેટમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ કેમ્પ કરી જરૂરી સહાય કરશે
(એજન્સી) અમદાવાદ, રાજ્યભરની શાળાઓમાં એડમિશનની કાર્યવાહી શરૂ થઈગઈ છે.નર્સરીથી લઈને કોઈપણ ધોરણમાં એડમિશન લેવાનું હોય ત્યારે આધાર નંબર અનિવાર્ય બની ગયો છે તેને પગલે વાલીઓ પોતાના સંતાનોના આધાર કાર્ડ કઢાવવા માટે દોડધામ કરી રહ્યા છે
આવી પરિસ્થિતિમાં પોસ્ટ વિભાગ દ્વારા આધાર કાર્ડની કામગીરી ચલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુવિધા માટે જાે કોઈ સોસાયટી કે એપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કઢાવવાની આવશ્યકતા હોય તો જે તે સોસાયટી અથવા ફલેટ પર પોસ્ટ ઓફિસના અધિકારીઓ કેમ્પ કરી તમામ વિદ્યાર્થીઓના આધાર્રાર્ડ કાઢી આપવાની કામગીરી કરશે.
પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત માહિતી આપતા નવરંગપુરા પોસ્ટ ઓફિસના સીનિયર પોસ્ટ માસ્તર અલ્પેશ શાહે જણાવ્યુ હતુ કે નવરંગપુરા પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કાઢીન આધારકાર્ડમાં સુધારા વધારા કરવાનું કામ ચાલુ છે. આધાર કાર્ડને લગતા કામકાજ કરવામાં આવી રહ્યા છે. હાલ મોટા પ્રમાણમાં વાલીઓ પોતાના સંતાનોના આધાર કાર્ડ માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રવેશ પ્રક્રિયા માટે આધાર કાર્ડ જરૂરી હોવાથી પોસ્ટ ઓફિસ દ્વારા પણ જાે કોઈ સોસાયટી અથવા ફલેટમાં મોટી સંખ્યામાં રહેતા વિદ્યાર્થીઓને આધાર કાર્ડ કઢાવવા હોય તો તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરે તો પોસ્ટના કર્મચારીઓ જે તે સોસાયટી કે ફલેટમાં કેમ્પ કરી વિદ્યાર્થીઓના આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરી આપશે.
ઉપરાંત ફલેટના અન્ય રહીશોના આધાર કાર્ડમાં મોબાઈલ ફોન અને ઈ-મેઈલ અપડેટ કરવાના હોય તો પણ અથવા અન્ય કોઈ સુધારા-વધારા કરવાના હોય તો તેની કામગીરી પણ કરી અપાશે. સોસાયટીના પરિવારોની ૧૦ વર્ષથી નાની દિકરીઓ માટે પોસ્ટ સુકન્યા યોજના અંગે માર્ગદર્શન આપવામાંઅ ાવશે અને તેના માટેના રોકાણ અંગે જાગૃતિ અપાશે.
વધુમાં અલ્પેશ શાહે જણાવ્યુ હતુ કે લોકોને પેન્શન મળી રહ્યુ છે. તેમણે દર વર્ષે પોતાની બેકમાં અને પીએમ ઓફિસમાં પોતાની હયાતીના પુરાવા આપવાના રહેતા હોય છે. હવે જાે કોઈ વડીલને બેકમાં કે પીઅફ વિભાગના ધક્કા ખાવામાંથી મુક્તિ મેળવવી હોય તો તેઓ પોસ્ટ વિભાગનો સંપર્ક કરી શકે છે
અથવા તો પોસ્ટનો કર્મચારીઓે તેમના ઘરે જઈને તેમની હયાતીનો ઓનલાઈન પુરાવો જે તે ઓફિસને પહોંચાડી દેતા હોય છે. જાે કે આ સેવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રૂા.૭૦ ચાર્જ કરવામાં આવે છે.