પૌત્રી ત્વિષાને મળવા માટે ગયા દાદા ઉદિત નારાયણ

મુંબઈ, આદિત્ય નારાયણ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે. હાલ તે સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર ૨ હોસ્ટ કરી રહ્યો છે, જેના જજ જાવેદ અલી, અલ્કા યાજ્ઞિક અને હિમેશ રેશમિયા છે. આ સિવાય તે દીકરી ત્વિષા પ્રત્યેની ડેડી ડ્યૂટી પણ નિભાવી રહ્યો છે.
ત્વિષાનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ થયો હતો. હમણા સુધી સિંગર, એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણે દીકરીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. જાે કે, ૨૪ મેના રોજ તે ત્રણ મહિનાની થતાં ત્વિષાના ફોટોશૂટમાંથી એક ક્યૂટ તસવીર શેર કરી હતી. હવે, આદિત્યએ ત્વિષાની દાદા ઉદિત નારાયણ અને દાદી દીપા નારાયણ સાથેની સુંદર તસવીર શેર કરી છે.
આદિત્ય નારાયણે જે તસવીર શેર કરી છે, તેમાં દીપા નારાયણે ત્વિષાને હાથમાં લીધી છે જ્યારે ઉદિત નારાયણ પૌત્રીને મળીને હરખાઈ રહ્યા છે. પતિ-પત્નીના ચહેરા પરની ખુશી જાેવા જેવી છે. ત્વિષાનું ધ્યાન પણ કેમેરા તરફ હોય તેમ લાગી રહ્યું છે, તેના કપાળ પર કંકુનું તિલક કરેલું છે અને તેને પીચ કપડા પહેરાવવામાં આવ્યા છે. આ સાથે લખ્યું લખ્યું છે દાદા, દાદી અને છોટી.
ઉદિત નારાયણે પણ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જ તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે અમારી ગુડિયા રાની. પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ તસવીરને સુંદર અને ત્વિષાને ક્યૂટ કહી રહ્યા છે.
આદિત્ય નારાયણ રિયાલિટી શો હોસ્ટ કરવા સિવાય અલગ-અલગ લોકેશન પર લાઈવ શો પણ કરતો રહે છે. ત્રણ-ચાર દિવસ પહેલા જ્યારે તે આવા જ એક શો માટે બહાર ગયો ત્યારે ત્વિષા અને તેની મમ્મીને ખૂબ મિસ કરી હતી.
આદિત્યએ ત્વિષાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કોઈના ખોળામાં બેઠેલી જાેવા મળી હતી. રેડ કલરના ફ્રોકમાં તે ક્યૂટ લાગતી હતી. વીડિયોની સાથે તેણે લખ્યું હતું ‘પપ્પા મમ્મી અને અમારી નાની માર્શમેલોને મિસ કરી રહ્યા છે’.
હાલમાં આદિત્ય નારાયણે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે પિતૃત્વ વિશે એક્સક્લુઝિવ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘પિતા બનવું તે અદ્દભુત લાગણી છે. હું પોતાને નસીબદાર માનું છું કે મારી પત્નીએ મને બે સુંદર ગિફ્ટ આપી. એક તો તેણે મારી સાથે લગ્ન કર્યા અને બીજું એ કે તેણે મને દીકરી આપી.
ત્વિષાને જ્યારે પણ હું હાથમાં લઉ છું ત્યારે આનંદ થાય છે. મારા માટે બાબતો બદલાઈ ગઈ છે. આજ કાલ તો મને ઘરે જવાની ઉતાવળ હોય છે… આ કંઈક નવું છે. હમણાથી દિવસ પતવાને આરે હોય ત્યારે હું જલ્દીમાં હોઉ છું. ત્વિષાને જાેઈને થાક ઉતરી જાય છે’.SS1MS