પૌરાણિક કથા પર આધારિત “બાલ શિવ” 23મી નવેમ્બરથી &TV પર શરૂ થશે

મહાદેવ કી અનદેખી ગાથા તરીકે આ શોમાં માતા અને પુત્ર મહાસતી અનુસયા અને બાળ શિવ અને તેમના પવિત્ર બંધનની પૌરાણિક કથા બતાવવામાં આવશે.
ભારતીય ટેલિવિઝન પર બહુપ્રતિક્ષિત પૌરાણિક કથા પર આધારિત શો બાલ શિવ એન્ડટીવી પર 23મી નવેમ્બર, 2021થી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.00 વાગ્યાથી પ્રસારિત થવા માટે સુસજ્જ છે. ભગવાન શિવ અને તેમનાં વિવિધ રૂપો પર અનેક અદભુત શો છે ત્યારે ભારતીય ટેલિવિઝન પર તેમની એક વાર્તા હજુ સુધી બતાવવામાં આવી નથી તે છે તેમનું બાળ રૂપ.
મહાદેવ કી અનદેખી ગાથા તરીકે આ શોમાં માતા અને પુત્ર મહાસતી અનુસયા અને બાળ શિવ અને તેમના પવિત્ર બંધનની પૌરાણિક કથા બતાવવામાં આવશે. અનંત અને અજાત માનવામાં આવતા ભગવાન શિવે ઘણા બધા અવતાર લીધા હતા, પરંતુ તેમણે બાળપણ અને માતાનો પ્રેમ ક્યારેય અનુભવો નહોતો. જોકે દેવી પાર્વતી સાથે તેમનાં લગ્ન પછી મહાદેવે દેવી પાર્વતીની ઈચ્છા પરિપૂર્ણ કરવા બાળકનું રૂપ લીધું અને મહાસતી અનુસયાના ફરજપરસ્ત પુત્ર બન્યા હતા.
ઝી સ્ટુડિયોઝ નિર્મિત બાળ શિવમાં આન તિવારી (બાળ શિવ), મૌલી ગાંગુલી (મહાસતી અનુસયા), સિદ્ધાર્થ અરોરા (મહાદેવ), શિવ્યા પઠાણિયા (દેવી પાર્વતી), કૃપ કપૂર સુરી (અસુર અંધક), પ્રણીત ભટ્ટ (નારદ મુનિ), દાનિશ અખ્તર સૈફી (નંદી), દક્ષ અજિત સિંહ (ઈન્દ્ર), અંજિતા પૂનિયા (ઈન્દ્રાણી), રવિ ખાનવિલકર (આચાર્ય દંડપાની), પલ્લવી પ્રધાન (મૈના દેવી) વગેરેનો સમાવેશ થાય છે.
બાળ શિવના પાત્ર વિશે રોમાંચિત આન તિવારી કહે છે, “મને બાળ શિવની ભૂમિકા ભજવવાનો ભારે રોમાંચ છે. મહાદેવનું બાળ રૂપ ભજવવું તે ડ્રીમ રોલ છે અને મને આશા છે કે મને આ ભૂમિકા ભજવવાની મજા આવી તે જ રીતે તેમને માણવાની મજા આવશે”
મહાસતી અનુસયાના પાત્ર વિશે બોલતાં મૌલી ગાંગુલી કહે છે, “મારા ચાહકો અને પરિવાર મેં આ પાત્ર સ્વીકાર્યું ત્યારથી ભારે રોમાંચિત છે. હું તેમનો રોમાંચ અનુભવી શકું છું અને મારે કહેવું જોઈ કે આ શોનો હિસ્સો બનવા માટે હું બહુ ખુશ અને રોમાંચિત છું. મારી મહાસતી અનુસયાની ભૂમિકા મેં અગાઉ ભજવેલી ભૂમિકાઓથી સાવ અલગ છે. તે અનુકંપા અને કટિબદ્ધતાનું ઉત્તમ સંતુલન છે. ગુરુકાલની મુખ્ય શિક્ષિકા તરીકે અનુસયા તેના બાળકોની સંભાળ પોતાના હોય તે રીતે લે છે. તેનું શ્રેષ્ઠ જ્ઞાન તેમને આપે છે અને તેમની અંદર શિસ્ત કેળવે છે. ”
ભગવાન શિવનું પાત્ર ભજવતો સિદ્ધાર્થ અરોરા કહે છે, “શો 23મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે તેથી અમે બધા બેહદ ખુશ છીએ. હું એવું માનું છું કે ભગવાન શિવની ભૂમિકા કોઈ જાતે પસંદ કરતો નથી, પરંતુ તેની પાસે આશીર્વાદરૂપે આવે છે. દેખીતી રીતે જ ભગવાન શિવનું પાત્ર ભજવવા માટે મારી પસંદગી કરવામાં આવી તેનાથી મને આશીર્વાદરૂપ લાગે છે. મારું આ પાત્ર અગાઉ ભજવેલાં પાત્રોથી સાવ અલગ છે અને તેથી જોવાનું રસપ્રદ બની રહીશે.”
દેવી પાર્વતીની ભૂમિકા ભજવતી શિવ્યા પઠાણિયા કહે છે, “દરેક નવપરિણીત મહિલાની જેમ દેવી પાર્વતી પણ તેના જીવનના નવા તક્કામા સ્થાયી થતી જોવા મળે છે. આરંભમાં તેને ઘણું બધું કરવાનું આવે છે અને થોડી ચિંતિત પણ છે, પરંતુ આખરે તે કૈલાશનો અસલ સ્વભાવ સમજવા લાગે છે. આ પડકારજનક ભૂમિકા છે અને મને આશા છે કે હું તેને પૂરતો ન્યાય આપીશ”
નારદમુનિનું પાત્ર ભજવનાર પ્રણીત ભટ્ટ કહે છે, “નારદ મુનિ બહુ જ ડિપ્લોમેટિક પાત્ર છે અને આવું પાત્ર ભજવવા અને બારીક તે નકારાત્મક પાત્ર નહીં જણાય તે માટે બારીક રેખા જાળવી રાખવી તે આસાન કામ નથી. સદભાગ્યે મારા પૌરાણિક કથાના અનુભવથી મને મદદ થઈ છે અને આ ભૂમિકા ભજવવાનું આસાન જણાય છે. જોકે અસલ જજ તો દર્શકો છે. મને આશા છે કે તેઓ મને પ્રેમ અને ટેકો આપશે. ”
અસુર અંધકનું પાત્ર ભજવતો ક્રિપ કપૂર સુરી કહે છે, “અંધક શક્તિશાળી, ધારદાર અને દૂષણ પેદા કરનાર છે અને મારા અસુર અંધકના પાત્ર સાથે હું દર્શકોના મનમાં આ ભાવનાઓ જગાડીશ. લોકો મને અને મારી હાજરીથી ડરશે તો જ મારું કામ યોગ્ય રીતે થયું એમ કહી શકાશે. આખી ટીમે તેમનાં પાત્રોને પરફેક્ટ બનાવવા માટે બહુ મહેનત કરી છે. અઅસલી પરીક્ષા 23મી નવેમ્બરે થવાનું છે અને અમારું લક્ષ્ય સફળ થવાનું છે.”