પ્રખ્યાત ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું નિધન

‘માતાની ભેટ’ ગાનારા અને ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. દિલ્હીના વિહારમાં આવેલા ઘરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. નરેન્દ્ર ચંચલે બાળપણ માતારાનીના ભજન ગાઈને પસાર કર્યું છે.
ક્રિકેટર હરભજન સિંહો નરેન્દ્ર ચંચલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરી છે કે, એ જાણીને ખુબ દુખ થયું કે, પ્રતિષ્ઠીત અને પ્રેમાળ નરેન્દ્ર ચંચલ આપણને છોડીને જતા રહ્યા છે. તેમની આત્માને શાંતિ મળે. તેમના પરિવાર પ્રતિ સંવેદના. દિલેર મેહંદીએ પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.