Western Times News

Gujarati News

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું અવસાન

નવી દિલ્હી, પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું આજે સાંજે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૭૪ વર્ષના હતા અને વર્ષ ૧૯૪૮માં શ્રીનગરમાં જન્મ થયો હતો. તેઓનું પૂરું નામ ભજન લાલ સોપોરી છે અને તેઓના પિતા પણ સંતૂર વાદક હતા. સંતૂર વાદનનું શિક્ષણ તેઓને ઘરેથી જ મળ્યું હતું. ભજન સોપોરીએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી અને વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો.

જાે પંડિત ભજન સોપોરીના અત્યાર સુધીના જીવન કાર્ય પર નજર કરીએ તો તેઓ ભારતના એકમાત્ર એવા શાસ્ત્રીય સંગીતકાર હતા કે જેમણે સંસ્કૃત, અરબી, ફારસી સહિત દેશની લગભગ તમામ ભાષાઓમાં ૪ હજાર કરતા પણ વધારે ગીતો માટે સંગીત તૈયાર કર્યું હતું. તેમણે ૩ રાગની રચના કરી હતી કે જેમાં રાગ લાલેશ્વરી, રાગ પટવંતી, રાગ ર્નિમલ રંજની છે. તેમણે દેશની એકતા માટે વિવિધ ગીતોની ફરી ધૂન તૈયાર કરી હતી.

તેઓને વર્ષ ૨૦૦૪માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૧૯૯૨માં સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગત મહિને વિશ્વવિખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ભારતીય શાસ્ત્રીસ સંગીતને કાશ્મીરના પરંપરાગત વાદ્ય ગણાતા સંતુર પર વગાડનારા તેઓ પહેલા કલાકાર હતા.

ભારતીય શાસ્ત્રીય સંગીતની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાવવા બદલ તેમનું ૨૦૦૧માં પદ્મવિભૂષણ એવોર્ડથી સમ્માન પણ કરવામાં આવ્યું હતું. ૧૯૩૮માં જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માના દીકરા રાહુલ શર્મા પણ પિતાની માફક જાણીતા સંતુરવાદક છે. તેમણે બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને કેટલીક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, તેમની જાેડી શિવ-હરિની જાેડી તરીકે ઓળખાતી હતી.

શિવકુમાર શર્માને શ્રદ્ધાંજલિ આપતા જાણીતા સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને જણાવ્યું હતું કે શિવકુમાર શર્માના દેહાંત સાથે એક યુગનો અંત આવ્યો છે. તેઓ સંતુરના પાયોનિયર હતા અને તેમનું પ્રદાન અદ્વિતિય હતું. તેમનું સંગીત હંમેશા માટે આપણી સાથે રહેશે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.