પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટરના આદેશ
પ્રજાલક્ષી અભિગમ સાથે હકારાત્મક નિકાલ માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાકીદ કરાઇ
કોરોનાના કારણે છેલ્લા કેટલાંય સમયથી સ્થગિત થયેલ જિલ્લા સંકલન બેઠક જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ગત શુક્રવારે યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે વિશદ્દ ચર્ચા કરી સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિપોર્ટ મેળવી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે તાકીદ કરવામાં આવી હતી.
જુલાઇ મહિનાની આ સંકલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા બેઠકનું સંચાલન કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં સાસંદશ્રી વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાની લક્ષ્મીનગર ગામ થી અમરનગર ગામ સુઘી નેશનલ હાઇવેની બન્ને બાજુ ગટરો ખુલ્લી કરાવી ખેડુતોના ખેતરોમાં અને રસ્તાઓ ૫ર ભરાતા પાણીનો નિકાલ કરવા અંગેની રજૂઆત બાબતે એનએચએઆઇના અધિકારીઓને મોરબી પ્રાંત અધિકારીશ્રીના સંકલનમાં રહીને એક અઠવાડીયામાં સમગ્ર પ્રશ્નનો ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી હતી.
મોરબી તાલુકાનાં કેશવનગર ગામની સનદો મળવા બાબતે, મચ્છુ-૩ ડેમના પાઇ૫લાઇનના લીકેજને લીઘે મેઘ૫ર ગામના ખેડુતોની જમીનમાં થતું નુકશાન અટકાવવા, મચ્છુ-૩ માથી પાણી છોડી માળીયા (મીં) ના છેવાડાના ગામોના તળાવ ભરવા, મોરબી- માળીયા (મીં) વાયા દેરાળા બસ રુટ ચાલુ કરવા,
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડની પાણીની પાઇ૫લાઇન L&T દ્વારા મોરબી તાલુકાનાં જીવા૫ર ગામે નંખાયેલ છે તેનું યોગ્ય પુરાણ ન થવાને લીઘે ખેડુતોના ખેતરમાં પાણીથી થતું નુકશાન અટકાવવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચુંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી સુશ્રી હંસાબેન પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે.ભગદેવ, જિલ્લા પોલીસ વડા શ્રી એસ.આર. ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી મીતા.એમ. જોષી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી. એ. ઝાલા, કાર્યપાલક ઇજનેર શ્રી બી.પી. જોષી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એમ. કતીરા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. સંકલનઃ ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી