Western Times News

Gujarati News

પ્રજાના ટેક્સના-પરસેવાના નાણા તાયફાઓ પાછળ વેડફી રહી છે : કોંગ્રેસ

અમદાવાદ: મંદી-મોંઘવારી-મહામારી-બેરોજગારી-અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની જનતા કપરા સમયમાં પોતાનું જીવન વ્યતિત કરી રહી છે ત્યારે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતારૃપી શાસનની વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્સના-પરસેવાના નાણા તાયફાઓ પાછળ વેડફી રહી છે તેવો ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.

ગુજરાત કોંગ્રસના પ્રમુખ અમિત ચાવડા-વિધાનસભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા ગુજરાત ભાજપના શાસનની પોલ ખોલવા માટે કોંગ્રેસ કાર્યક્રમો આપશે તેમણે કહ્યું કે ‘ભાજપના ૨૫ વર્ષના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ છે. જેના કારણે ૧ ઓગસ્ટે અમે શિક્ષણ બચાવો અભિયાન કરીશું. કોરોનામાં લોકોને બેડ-ઓક્સિજન-ઈન્જેક્શનના અભાવે બે લાખથી વધુના મૃત્યુ થયા હતા. મહામારીમાં ભાજપની નિષ્ફળતાને ઉઘાડી પાડવા અને ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ સામે બીજી ઓગસ્ટે આરોગ્ય બચાવો અભિયાન કરવાના છીએ.

૩ ઓગસ્ટે કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા અન્ન સુરક્ષા કાયદો લવાયો હતો.હાલમાં ગરીબોને બીપીએલ કાર્ડ પણ મળતું નથી. ગરીબોનું અનાજ મળતિયાઓને સગેવગે કરવામાં આવે છે. જેના કારણે ૩ ઓગસ્ટે અન્ન અધિકાર અભિયાન યોજીશું. ૪ ઓગસ્ટના મહિલા સુરક્ષા, ૫ ઓગસ્ટના ખેડૂત-ખેતી બચાવો, ૬ ઓગસ્ટના બેરોજગારી હટાવો, ૭ ઓગસ્ટના વિકાસ ખોજ, ૮ ઓગસ્ટના જન અધિકાર અને ૯ ઓગસ્ટના સામાજીક ક્રાંતિ અભિયાન યોજવાના છીએ.’

અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે આ ભાજપની સરકાર છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે છતાં ગુજરાતનાં નાગરિકો વિકાસથી વંચિત છે. વિકાસ માત્ર ભાજપના લોકોનો અને અન્ય મુઠ્ઠીભર ઉધોગપતિ અને પૈસાદાર વર્ગના લોકોનો જ થયો છે. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે સરકાર પ્રજાના ટેક્સના પૈસે આવા પોતાના વાહવાહીના કાર્યક્રમો યોજીને પ્રજાનું અપમાન કરી રહી છે. તેના વિરોધમાં અમે તેમની સામે નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીશું અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરીશું.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે,

” આ સમગ્ર કાર્યક્રમ પ્રજાના હિતમાં પ્રજાને સાથે રાખીને જમીન પર ઉતરીને કરવામાં આવશે. દરેક જિલ્લાના અલગ અલગ હોદ્દેદારો પોતાના જિલ્લામાં રોડ પર આવશે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે અને સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મૂકશે. આ ભાજપની સરકાર એક રિમોટ કંટ્રોલ સરકાર છે. કમલમ કાર્યાલય માંથી જે ર્નિણય લેવાય તેના પર માત્ર મોહર મારવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. હવે પ્રજા આ સરકારથી કંટાળી છે જે આગામી સમયમાં આપ જાેશો અને સામન્ય માણસની સરકાર હવે ગાંધીનગરમાં આવશે.ચલાવવામાં આવશે. આઠમી ઓગસ્ટે જન અધિકાર અભિયાન ચલાવવામાં આવશે અને નવમી ઓગસ્ટે સામાજિક ક્રાંતિ અભિયાન ચલાવવામાં આવશે.” તેમણે કહ્યું કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ કાર્યક્રમો આપી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.