પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ દરામલીના સવગુણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ
નેત્રામલીઃ ઇડર તાલુકાના ગાંઠિયોલ વિભાગ પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ દરામલીના સવગુણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં ૧૪ જેટલી ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ બડોલી તળ અને ભાણપુર તળ વચ્ચે રમાઇ હતી. ભાણપુર તળ ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સવગુણ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર રાજુભાઇ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી)