પ્રજાપિતા બ્રહ્માકુમારી ગ્રુપે લીધી મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બ્રહ્માકુમારીઝ ગાંધીનગરના સંચાલિકા રાજયોગીની બી. કે. કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના આધ્યાત્મિક ગ્રુપ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
મુખ્યમંત્રીનું સંસ્થા તરફથી ઈશ્વરીય આશીર્વાદથી સભર પુષ્પ ગુચ્છ અને શુભેચ્છા પત્રથી સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. યાદગાર રૂપ ગોંડલી ગિફ્ટ એનાયતની સાથે સાથે પ્રભુ પ્રસાદથી આધ્યાત્મિક શક્તિનો સંચાર કરવામાં આવેલ તથા સંસ્થાના વૈશ્વિક મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે પધારવા નિમંત્રણ પાઠવવામા આવ્યું હતું.