પ્રજાલક્ષી કામોમાં વિલંબની ફરિયાદોને આધારે કાર્યપાલક ઈજનેરની બદલી
ગોધરા પાનમ વર્તુળ કચેરીમાંથી કાર્યપાલક ઈજનેરની બદલી
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે આવેલી પાનમ વર્તુળ કચેરીમાં અંદાજીત દોઢ વર્ષ થી ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર એન.એ.ખાટ ની બદલી સરકારે અનેક રાજકીય આગેવાનો ની ફરિયાદ બાદ જામનગર ખાતે કરી હતી અને તેમની જગ્યાએ પેટલાદ સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા એસ.પી.પટેલ ને ગોધરા કાર્યપાલક ઈજનેર તરીકે નિયુક્તિ અપાઈ છે.
ગોધરા ખાતે આવેલી પાનમ વર્તુળ કચેરીમાં વિવાદીત અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર ની કાર્યપધ્ધતિથી નારાજ વિવિધ સંગઠનો,રાજકીય આગેવાનો,ખેડુત મંડળોએ વિવાદીત અધિકારી એન.એ.ખાંટ સામે સરકાર માં અનેક લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હતી જેમાં તેઓ પર અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે
જેને લઈને સરકાર તમને જેતે સમયે કારણદર્શક નોટિસ પણ ફટકારી હતી અને વિવાદીત અધિકારી ની ગોધરા થી જામનગર ખાતે બદલી કરવામાં આવી છે એન.એ.ખાંટ સામે રાજકીય આગેવાનો એ અણઆવડત અને ભ્રષ્ટાચારી હોવા અંગે પુરાવા સહિતની માહિતીઓ સરકારી વિભાગોમાં તપાસ માટે મોકલવામાં આવેલ છે.
પ્રજાલક્ષી કામો નહી કરીને સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં આ અધિકારીએ ખુબજ વિલંબ કરેલ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત તેમના ધર્મપત્નિ જિલ્લા પંચાયત સદસ્ય, મહિસાગર જિલ્લામાં હોઈ તે ભાજપમાં રહીને જ પોતાના હોદ્દાનો અને સત્તાનો ખુબજ દુરઉપયોગ કરતા હોવા ઉપરાંત તેમની પાસે આદિવાસી તરીકેનું ખોટુ પ્રમાણપત્ર હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેની પણ તપાસ સરકારી વિભાગોમાં પડતર હોવાનું જાણવા મળી રહ્યું છે.*