પ્રજાસત્તાક દિવસે નિશાના પર મોદી અને અમિત શાહ
નવી દિલ્લી, દેશમાં ૨૬ જાન્યુઆરીએ મોટા આંતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ડ્રોનથી હુમલો કરવાનું ષડ્યંત્ર હોવાનો ખુલાસો કર્યો છે. ખબરો એવી સામે આવી રહી છે કે વડાપ્રધાનની સુરક્ષાને લઈને ઘણાં ખતરાના ઈનપુટ્સ મળ્યા છે.
જેમાં કાફલા પર ફિદાઈન હુમલો અને ડ્રોન અટેકનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આતંકીઓના નિશાના પર છે. આ ષડ્યંત્ર ૈંજીૈં અને વિદેશી તાકતોના ઈશારે રચાઈ રહી છે. મોકલવામાં આવેલા ઈન્ટેલિજન્સ એલર્ટમાં ૩૦થી વધારે પોઈન્ટ પર એસઓપી, જવાબી ઉપાયો અને ભારતમાં એક્ટિવ આતંકવાદી સંગઠનો વિશે જણાવવામાં આવ્યું છે.
સાથે જ કહેવામાં આવ્યું છે કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ, હરકત-ઉલ-મુજાહિદ્દીન, હિઝબુલ મુજાહિદ્દીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એક્ટિવ આતંકી સંગઠન વીવીઆઈપીને નિશાન બનાવી શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સૌથી મોટો ખતરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને છે. ઈનપુટ્સ પ્રમાણે ખાલિસ્તાનની એક્ટિવિસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મીટિંગ અને ઈલેક્શન વિઝિટને ટાર્ગેટ કરી શકે છે.
એવામાં પ્રોપર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવા માટે કહેવાયું છે. એવી જાણકારી પણ મળી છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સે પાકિસ્તાનમાં આતંકીઓ સાથે નવું જાેડાણ પણ કર્યું છે અને આ બધું ISI જ કરાવી રહ્યું છે. આ કોશિશ પંજાબમાં ફરી માહોલને ભડકાવાની છે.
એલર્ટ પ્રમાણે આતંકીઓ ભીડવાળી જગ્યાઓ પર તોડફોડ કરી શકે છે અને હુમલો કરી શકે છે. ISI સમર્થિત પાકિસ્તાનમાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગ્રુપ પંજાબમાં ફરીથી સંગઠિત થવા અને આતંકવાદને ફરી ભડકાવવાની કોશિશ થઈ રહી છે. એલર્ટમાં ડ્રોન ટેરર સ્ટ્રાઈકની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
બીજી તરફ ૧૪ જાન્યુઆરીએ આરડીએક્સથી બનેલા આઈઈડી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પહેલાથી સતર્ક છે. હજુ સુધી આ ષડ્યંત્રમાં કથિત રીતે આતંકી સંગઠન મુજાહિદ્દીન ગલવાન હિન્દે જવાબદારી લીધી છે. અલકાયદા સાથે જાેડાયેલા આતંકી સંગઠન મુજાહિદ્દીન ગલવાન હિન્દે ટેલીગ્રામ પર પત્ર મોકલીને આ હુમલાની જવાબદારી લીધી છે.
પત્રમાં મુઝાહિદ્દીન ગલવાન હિન્દે ધમકી આપીને કહ્યું કે અમારા જ મુજાહિદ ભાઈઓએ ૧૪ જાન્યુઆરીએ ધડાકા માટે દિલ્હીના ગાલીપુરમાં આઈઈડી પ્લાન કર્યા હતા. આ સાથે કહ્યું કે કોઈ ટેક્નિકલ કારણથી સમય પર ફાટ્યો નહીં, પરંતુ આગામી વખતે એવું નહીં થાય. અમે ફરી ધડાકા કરીશું અને તેનો અવાજ આખા ભારતમાં સંભળાશે. આ દાવાને લઈને સ્પેશિયલ સેલ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. આશંકા છે કે આ તપાસ ભટકાવવાની કોશિશ કરાઈ રહી છે.SSS