પ્રણવ મુખર્જીને ભારતીય ઇતિહાસમાં હંમેશા યાદ કરવામાં આવશે: અમેરિકા
બાંગ્લાદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી શોક વ્યકત કર્યો,એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
વોશિંગ્ટન, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે.તેમનાં નિધન પર અમેરિકી વિદેશ વિભાગે પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીના નિધન પર શોક વ્યકત કરતા કહ્યું કે તેમને ભારતીય ઇતિહાસના ઇતિહાસમાં હંમેશા યાદ કરવામાં આવશે એશિયાઇ મામલા(એસસીએ)એ ટ્વીટ કરતા કહ્યું કે અમેરિકી વિદેશવિભાગના બ્યુરો ઓફ સાઇથ એન્ડ સેટ્રલે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર અમારી સંવેદના અમે ભારતના લોકોની સાથે ઉભા છીએ કારણ કે તે એક મહાન નેતાના ગુમાવવાના દુખ મનાવી રહ્યાં છે જેને ભારતીય ઇતિસાસમાં હંમેશા યાદ કરવામાં આવશે દુનિયાભરના દેશો અને નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રધ્ધાંજલિ અર્પીત કરી છે જેમનું ૮૪ વર્ષની વયે નિધન થયું હતું.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પ્રણવ મુખર્જીના નિધન પર દુખ વ્યકત કર્યું છે શેખ હસીનાએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આ સાથે જ પ્રણવ મુખર્જીને બાંગ્લાદેશના સાચા મિત્ર બતાવ્યા હતાં અને કહ્યું કે તેમણે ૨૦૧૩માં બાંગ્લાદેશ મુક્તિયુધ્ધ સમ્માન આપવામાં આવ્યું હતું. તેમને બાંગ્લાદેશી લોકોનો ખુબ પ્રેમ અને સમ્માન હાંસલ હતું શેખ હસીના પ્રણવ દા અને તેમની દિવંગત પત્ની શુભ્રાની ખુબ નજીક હતાં ભારતમાં શરણ લેવા દરમિયાન બંન્ને પરિવારે ખુબ સમય સાથે વિતાવ્યો હતો. હસીનાના સ્વેદશ પાછા ફર્યા બાદ પણ આ સંબંધ યથાવત રહ્યો જયારે શુભ્રાના ૨૦૧૫માં નિધન પર ખાસ દિલ્હી આવ્યા હતાં. રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને પણ પોતાની સંવેદના વ્યકત કરતા કહ્યું કે મુખર્જીએ આપણા દેશઓની વચ્ચે ખાસ કરીને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીના સંબંધોને મજબુત કરવામાં મહત્વપૂર્ણ વ્યક્તિગત યોગદાન આપ્યું છે.HS