પ્રણવ મુખર્જીનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન, પુત્રે અંતિમ સંસ્કાર કર્યા
નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.તેમના પુત્ર અભિજીતે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. પ્રણવ દાના પુરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું હતું મુખર્જીના પુત્ર અભિજીત અને પરિવારના બાકીના સભ્યો પીપીઇ કિટ પહેરીને જાેવા મળ્યા હતાં.
આ પહેલા તેમના પાર્થિવદેહને ૧૦ રાજાજી માર્ગ ખાતે તેમના સરકારી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જયાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા મંત્રી રાજનાથસિંહ,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના અનેક નેતાઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી. મોદી કેબિનેટમાં પણ પ્રણવ દાને શ્રઘ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખર્જીના નિધન બાદ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તિરંગાને અડધી ડાંડીએ ફરરાવવામાં આવ્યો હતો.
પ્રણવ મુખર્જીને ૧૦ ઓગષ્ટે દિલ્હીની આર્મી એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં આજ દિવસે બ્રેનથી ફલોટિંગ માટે ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી ત્યારબાદથી તેમની તબિયત ગંભીર હતી પ્રણવ મુખર્જીએ ૧૦ ઓગષ્ટે જ પોતાને કોરોના પોઝીટીવ હોવાની વાત કહી હતી. અભિજીત મુખર્જીએ કહ્યું તે તેમની હાજરી અમારા પરિવારનો સપોર્ટ હતી અમે ે હંમેશા યાદ કરીશું મને લાગે છે કે કોવિડ ૧૯ તેમનું મોતનું મુખ્ય કારણ નથી પરંતુ મસ્તિષ્ક ઓપરેશન હતું.મારી યોજના તેમને પશ્ચિમ બંગાળ લઇ જવાની હતી પરંતુ વર્તમાન પ્રતિબંધોના કારણે આમ થઇ શકયુ નહીં.HS