પ્રણવ મુખર્જી હજુ વેન્ટિલેટર પર
નવીદિલ્હી, સેનાના અનુસંધાન અને રેફકલ(આર એન્ડ આર) હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શ્વાસ સાથે જાેડાયેલ ગંભીર ઇફેકશન માટે સારવાર કરવામાં આવી રહી છે હોસ્પિટલે કહ્યું કે મુખર્જીના મહત્વપૂર્ણ પૈરામીટર સ્થિર છે અને વે વેંટિલેટર સપોર્ટ પર બનેલ છે. હોસ્પિટલે અપડેટમાં કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ આજે સવારથી યથાવત રહી છે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે તેમના મહત્વપૂર્ણ માપદંડ સ્થિર છે અને તે વેંટિલેટર સપોર્ટ પર બનેલ છે.
ગઇકાલે પણ હોસ્પિટલે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ચિકિત્સા સ્થિતિ સમાન અને તે વેંટિલેટર સપોર્ટ પર બનેલ છે પૂર્વ રાષ્ટ્રપતિએ ૧૦ ઓગષ્ટે સેના હોસ્પિટલમાં (આર એન્ડ આર)માં મસ્તિષ્કમાં કલોટ માટે સર્જરી કરાવી હતી અને તે કોરોના પોઝીટીવ પણ જણાયા હતાં.ગુરૂવારે સેના હોસ્પિટલમાં તેમના શ્વસન માપદંડોમાં સામાન્ય સુધારો થયો હોવાનું જણાવાયુ હતું. બુધવાકે ફેફસામાં ઇન્ફેકશન હોવાની વાત અધિકારીઓએ બતાવી હતી આ કારણે તેમની તબીયત વધુ ખરાબ થઇ ગઇ હતી પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જીએ કહ્યું હતું કે તેમના પિતાની હાલત સ્થિર બનેલ છે.HS