પ્રતિક ગાંધીએ તેના શરૂઆતના દિવસો વિશે રસપ્રદ ઘટસ્ફોટ કરતા બધા અવાક થઈ ગયા
આ શનિવારે ઝી કોમેડી શો પર ખાસ મહેમાન તરીકે આવશે જાણિતા ઓટીટી કલાકાર પ્રતિક ગાંધી
સીન ચપ્પાથી મારવાનો થઈ રહ્યો હતો, ત્યારે છેલ્લી ઘડીએ ફાયરિંગનો અવાજ આવ્યો
રોગચાળાની તનાવની અસર હજી પણ જોવાઈ રહી છે, ત્યારે ઝી ટીવી તેના આગામી રિયાલિટી શો ઝી કોમેડી શો દ્વારા દેશનો મૂડ સુધારવા પ્રયત્ન કરવાની સાથે તેના દર્શકોને તનાવમાંથી બહાર કાઢીને ખડખડાટ હસાવવા પ્રયત્ન કરી રહ્યું છે. શોએ ભારતના ટોચના કોમેડીઅન્સએ તેમને ખડખડાટ હસાવીને દરેક ભારતીય પરિવારને તેમના કાઉચ પર જકડી રાખીને તનાવને દૂર કર્યો છે, ત્યારે આ સપ્તાહને અંતે, તમે ઉદ્યોગના નવા સેન્સેશન પ્રતિક ગાંધીને આ શો પર ખાસ મહેમાન તરીકે જોઈ શકશો.
આ કલાકાર તેમની આગામી નવી ફિલ્મ ‘ભવાઈ’ના પ્રમોશન માટે હાજરી આપશે, સાથોસાથ સેટ પર હાજર રહેલા બધાની સામે કેટલીક રસપ્રદ વાતો પણ જણાવશે. તો એક તરફ અભિનેતાનું આકર્ષક વ્યક્તિત્વ અને કૂલ સ્વેગ દર્શકો પર જાદુ ચલાવશે તો બીજી તરફ ઝી કોમેડી શોના 10 કોમેડિયન્સ એક સાથે- ટીમ હસાયેંગે તરીકે સાથે આવીને દરેકે દરેક આપણને ખટખડાટ હસાવશે!
દરેક કોમેડિયન્સના અત્યંત રમૂજી એક્ટની સાથે, આપણા લાફિંગ બુદ્ધા ફરાહ ખાનના વિનોદી પ્રતિભાવ પણ દરેકને અવાક કરી રહ્યા છે, ત્યારે ડો. સંકેત ભોંસલે, મુબીન અને ગૌરવના અમિતાભ બચ્ચનના સુર્યવંશમના રી-એનાક્ટમેન્ટએ બધાને હસાવીને લોટપોટ કરી દીધા છે. આ ત્રણેયએ અમિતાભ બચ્ચનની જેમ તૈયાર થઈને સ્ટેજ પર આવ્યા અને સાંજના ખાસ મહેમાન પ્રતિક ગાંધી સહિત દરેકેદરેકનું મનોરંજન કર્યું.
હકિકતે તો, તેમના પફોર્મન્સથી ઉત્સાહિત એવા પ્રતિકે તેમના કામના વખાણ કરવાની સાથે તેઓ જ્યારે એક થીએટર કલાકાર હતા ત્યારની એક રસપ્રદ ઘટના કહી હતી. કલાકારે જણાવ્યું કે, જ્યારે તેમને ટેલિવિઝન પર તેમનું નસીબ અજમાવ્યું ત્યારે શરૂઆતના તબક્કામાં તેમને કઈ રીતે નકારાનો સામનો કરવો પડ્યો હતો.
પ્રતિક ગાંધીના જણાવ્યા અનુસાર, “જ્યારે હું થીએટરમાં કામ કરતો હતો, તો કોઈ ડિઝીટલ સાઉન્ડ બેક ન હતું અને તેથી જ એક ઘટનામાં મારી ટીમમાંથી કોઈ એક ખૂની સાબીત થવાનો હતો. તેની પાસે હાથમાં એક ગન હતી અને તેમાંથી જ્યારે ક્યુ આવે તો અવાજ ન’તો આવતો,
તો તેને એક ચપ્પુ ઉપાડીને સીનમાં સુધારો કર્યો અને જ્યારે સીન ચપ્પાથી મારવાનો થઈ રહ્યો હતો, ત્યારે છેલ્લી ઘડીએ ફાયરિંગનો અવાજ આવ્યો અને પ્રક્ષકો હસી-હસીને લોટપોટ થઈ ગયા. તો આ એક ગંભીર એક્ટ હોવા છતા પણ ટેકનિકલ મુશ્કેલીને લીધે હાસ્યાસ્પદ એક્ટ બની ગયો.
આવી ઘટના મને ભાવુક બનાવે છે, મારા થીએટરનો સમયગાળો શ્રેષ્ઠ હતો અને હું તેને બહું યાદ કરું છું. થીએટર ઉપરાંત મેં ટેલિવિઝનમાં પણ મારું નસીબ અજમાવ્યું હતું અને ઘણા ઓડિશન આપ્યા હતા, પણ હંમેશા એવું કહેવામાં આવતું કે, હું ટેલિવિઝન માટે યોગ્ય નથી. તો હું એટલું કહીશ કે, આ બધા નકારાએ મને ઘણી મદદ કરી છે.”
પ્રતિક ગાંધીનું આ ઘટસ્ફોટએ તમારું ધ્યાન ખેંચ્યું છે, તો તેની સાથોસાથ આ સપ્તાહના અંતના એપિસોડમાં ઝી કોમેડી શોના કલાકારોના કોમિક એક્ટ જોવાનું ચુકશો નહીં.