પ્રતિડોઝ પ રૂપિયાથી સસ્તી દવાને નિયંત્રણથી બહાર થશે
મુંબઈ, પ્રતિ ડોસ પાંચ રૂપિયા કરતા ઓછી કિંમત ધરાવતી દવાઓને ટૂંકમાં જ ભાવ નિયંત્રણમાંથી દૂર કરી દેવામાં આવશે. આની સાથે દવા બનાવતી કંપનીઓને આ દવાઓની કિંમતોમાં દર વર્ષે ૧૦ ટકા સુધીનો વધારો કરવાની લીલીઝંડી મળી જશે. દેશની જીવનજરૂરી દવાઓ (એનએલઇએમ)ની યાદીમાંથી આ દવાઓને દૂર કરવામાં આવનાર છે. ઇન્ડસ્ટ્રી અને સરકારમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, જો આ દવા આગળ વધશે તો દવા કંપનીઓને આ દવાઓની કિંમતમાં વધારો કરવાની મંજુરી મળી જશે. સ્ટેન્ડિંગ નેશનલ કમિટિ ઓન મેડિસિન દ્વારા વર્ષ ૨૦૧૫માં છેલ્લે યાદીને અપડેટ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ બેઠક શરૂ થઇ રહી છે.
આજે ચોથી નવેમ્બરના દિવસે બેઠક શરૂ થયા બાદ સંબંધિતો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાક્રમ પર દવા બનાવતી અનેક કંપનીઓ નજર રાખી રહી છે. જા આ તમામ બાબતો નિયમન મુજબ આગળ વધશે તો પ્રતિ ડોસ પાંચ રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી દવાઓ ભાવ નિયંત્રણમાંથી બહાર આવી જશે અને કિંમતો વધશે.