Western Times News

Gujarati News

પ્રતિબંધિત સંગઠનના સેક્રેટરીના ભાઈને પંજાબ સરકારમાં હોદ્દો મળ્યો

નવી દિલ્હી, ભારતમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન સિખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મુકાયેલો છે.આમ છતા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આ સંગઠનના સેક્રેટરી જનરલ અવતાર સિંહ પન્નૂના ભાઈ બલવિંદર સિંહ પન્નૂને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા પર નિમણૂંક આપતા હંગામો મચી ગયો છે.

પંજાબ સરકારના એક નિગમના ચેરમેન તરીકે પન્નુને નિમણૂંક આપવમાં આવી છે અને આ નિમણૂંક અપાવવામાં પંજાબના જ અન્ય એક કેબિનેટ મંત્રીનો મહત્વનો રોલ રહ્યો છે. અકાલીદળે હવે તેના પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, સિખ ફોર જસ્ટિસ જેવા આતંકી સંગઠનના હોદ્દેદારના પરિવાર સાથે સબંધ રાખનાર વ્યક્તિને સરકારમાં આટલા મહત્વના હોદ્દા પર કેમ નિમણૂંક આપવામાં આવી છે.

કારણકે બલવિંદર સિંહ પન્નૂનો ભાઈ અવતાર સિંહ સતત અમેરિકામાં ભારત સામે ખાલિસ્તાન બનાવવા માટેની ઝૂંબેશ ચલાવતો રહ્યો છે અને ખાલિસ્તાન માટે લોકમત જેવા અભિયાનોનુ પણ આયોજન કરે છે. ઉલ્લેખનીય છે કે, બલવિન્દર સિંહ જે વિસ્તારમાંથી આવે છે તે ગુરદાસપુરમાં ખાલિસ્તાનના સમર્થનમાં ખુલ્લેઆમ સરઘસ પણ કાઢવામાં આવ્યુ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.