પ્રતિબંધ હટતા જ ભારત ઇરાનથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે
નવીદિલ્હી: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય વ્યક્તિઓને ગાડીઓમાં પેટ્રોલ અને ડીઝલ નંખાવવા માટે પસીનો છુટી રહ્યો છે પેટ્રોલ સદી મારી ૧૦૦ રૂપિયાના આંકડાને પાર કરી ચુકયો છે. આ દરમિયાન રાહતના સમચાર એ છે કે અમેરિકા ઇરાન પર લાગેલ પ્રતિબંધો પર ઢીલ આપી શકે છે.આવામાં દેશ ઇરાનથી બીજીવાર તેલ ખરીદશે. જેથી આયાતના સ્ત્રોતને વિવિધ રીતે મદદ મળશે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ઇરાન પર અમેરિકાના પ્રતબંધ બાદ ભારતે વર્ષ ૨૦૧૯થી ત્યાંની તેલ આયાતને રોકી દીધી હતી
અધિકારીએ કહ્યું કે ઇરાન પરમાણુ સમજૂતિને પાટા પર લાવવા માટે દુનિયાના શક્તિશાળી દેશોની વિનામાં બેઠક થઇ તેમણે કહ્યું કે જાે પ્રતિબંધ હટી ગયા તો આપણે ઇરાનથી તેલ આયાત કરી શકીશં અધિકારીએ વધુમાં કહ્યું કે ભારતીય રિફાઇનરી કંપનીઓ એ તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. જયારે પ્રતિબંધ હટાવ્યા બાદ અનુબંધ કરી શકશે. ઇરાનથી તેલ આવવા પર બજારમાં તેલના ભાવ ઓછા થશે આ સાથે દેશને આયાત સ્ત્રોતમાં મદદ મળશે
નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઇરાક ભારતનો સૌથી મોટો તેલ પુરવઠાકર્તા રહ્યો છે ત્યારબાદ સાઉદી આરબ અને ત્રીજા સ્થાન પર સંયુકત આરબ અમીરાત છે નાઇઝીરિયા ચોથા અને પાંચમા સ્થાન પર અમેરિકા રહ્યું છે અધિકારીએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશોથી ઉત્પાદન સીમા હટાવી ઉત્પાદન વધારવાની માંગ કરે છે.
તેલના ભાવમાં વધારો થવાથી દુનિયાને આર્થિક ખતરો છે. આપણે ૮૫ ટકાથી વધુ તેલ આયાત કરીએ છીએ એ યાદ રહે કે ભારત એક સમયમાં ઇરાનનો બીજાે સૌથી મોટા ગ્રાહક હતું ઇરાનથી તેલ લાવવા પર દેશને અનેક લાભ થયા છે તેમાં યાત્રા માર્ગ નાનો છે જેને કારણે માલ લાવવાના ખર્માં કમી આવી છે અને પેમેન્ટ કરવા માટે ખુબ સમય મળે છે ઇરાનથી તેલ ખરીદવા પર રિફાઇનરી કંપનીઓને ખુબ લાંભ થાયછે. કારણ કે તે મે મહીનાની ઉધારી પર તેલ ઉપલબ્ધ કરાવે છે આવી સુવિધા અન્ય દેશ આપતા નથી