Western Times News

Gujarati News

પ્રતિબંધ હટતા જ HDFC બેંકે ૪ લાખથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

મુંબઇ, એચડીએફસી બેંકે જાહેર કર્યું હતું કે, તેના પરથી પ્રતિબંધ હટ્યાં પછીથી તેણે ૪ લાખથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાનો આ રેકોર્ડ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીનો છે તથા સક્ષમ ઉત્પાદનો અને સહભાગીદારીની મદદથી તેના ક્રેડિટ કાર્ડ્‌સના પોર્ટફોલિયોનો ફરીથી આવિષ્કાર કરવા અને તેનું સહ-નિર્માણ કરવા બેંકે વિકાસનો આક્રામક માર્ગ પસંદ કર્યો છે.

આ ઉપરાંત, બેંકે ૩ કાર્ડ ફરીથી લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. ગ્રાહકોને વધુ સક્ષમ બનાવવા માટે અનેકવિધ નવી વિશેષતાઓ અને લાભને ઉમેરીને એચડીએફસી બેંકના મિલેનિયા, મીનબૅક અને ફ્રીડમ કાર્ડ્‌સનો ફરીથી આવિષ્કાર કરવામાં આવ્યો છે. કાર્ડના નવા ઉત્પાદનોનું નિર્માણ કરવું અને સહ-નિર્માણ કરવું એ ગ્રાહકના દરેક સેગમેન્ટની જરૂરિયાત સંતોષવાની બેંકની વ્યૂહરચનાનો હિસ્સો છે, પછી તે ભારત હોય કે ઇન્ડિયા.

એચડીએફસી બેંકના પેમેન્ટ્‌સ, કન્ઝ્‌યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવે જણાવ્યું હતું કે, કાર્ડ્‌સના મામલે અમે અગ્રણી હોવાથી અમે વચન આપ્યું હતું કે, અમે ધમાકેદાર વાપસી કરીશું. હવે અમે નવા ગ્રાહકો મેળવવા પર ભાર મૂકવાની સાથે-સાથે અમારા વર્તમાન કાર્ડ્‌સ પર પૂરાં પાડવામાં આવતાં લાભને વધારી પણ રહ્યાં છીએ.

તેમણે આગળ જણાવ્યું હતું કે, અમારી પુનઃઆવિષ્કાર, નિર્માણ અને સહ-નિર્માણની વ્યૂહરચના ગ્રાહકોની ખરીદીની વર્તણૂક, જે કેટેગરીમાં તેઓ ખર્ચ કરે છે અને તેમની ખર્ચ કરવાની પેટર્નના વિશ્લેષણ પર આધારિત છે. અમે અમારી વ્યૂહરચનાને તૈયાર કરવામાં અને તેને ધારદાર બનાવવામાં અમે જે સમય વિતાવ્યો છે, તેના અમને હવે મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે.

હવે જ્યારે તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે અમે તદ્દન યોગ્ય સમયે અમારા ગ્રાહકોને શ્રેણીમાં શ્રેષ્ઠ લાભ અને અનુભવો પૂરાં પાડવા માટે સજ્જ થઈ ગયાં છીએ.

આ કાર્ડના નવા વેરિયેન્ટ્‌સ ગ્રાહકોને ૨૧ ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. વર્તમાન ફ્રીડમ અને મિલેનિયા કાર્ડધારકો પણ આ નવા લાભને માણી શકશે તેમજ આ અંગે બેંક દ્વારા તેમને જાણ પણ કરવામાં આવશે.ફ્રીડમ કાર્ડ એ મુખ્યત્ત્વે પોતાની કારકિર્દી શરૂ કરી રહેલા યુવાનો માટે છે. આ ઉપરાંત, આ કાર્ડ ધિરાણ મેળવવાની ખૂબ વધારે જરૂરિયાત ધરાવતા સેગમેન્ટની જરૂરિયાત પણ પૂરી કરશે, જેની મદદથી આ સેગમેન્ટના ગ્રાહકો તેમના મોટા ખર્ચાઓને પરવડે છતાં ખૂબ જ લાભદાયી રીતે પહોંચી વળી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.