પ્રતિબંધ હોવા છતાં એ-વન સ્પા ચાલુ રાખતાં સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
સાઉથ બોપલ રોડ ખાતે આવતા એ-વન થાઇ સ્પા હાલમાં સ્પા પર શહેરમાં પ્રતિબંધ છે તેમ છતાં ખુલ્લુ રાખતા પોલિસે કાર્યવાહી કરી
અમદાવાદ, શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે શહેરમાંહ જુ પણ અમુક એકમો પર પ્રતિબંધ છે તેમ છતાં પણ સરકારી ગાઇડ લાઇનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે બોપલ વિસ્તારમાં એ-વન થાઇ સ્પા પર ગ્રાહકોનું ટોળું ભેગુ કરી સોશિયલ ડિસ્ટિન્સિંગનો ભંગ કરવા બદલ પોલીસે સંચાલક વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોપલ પોલીસ ગઇકાલે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બોપલ રોડ ખાતે આવતા એ-વન થાઇ સ્પા હાલમાં સ્પા પર શહેરમાં પ્રતિબંધ છે તેમ છતાં ખુલ્લુ રાખતા ત્યાં આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને લોકોએ ભેગા કરી સ્પા ચલાવતાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસની ટીમે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી જાહેરનામાનો ભંગ કરનાર નરેન્દ્ર રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મોડી રાતે શહેરમાં કરફ્યુના કડક પાલન માટે જાહેરનામુ અમલમાં હોવા છતાં કેટલાક લોકો તેનું પાલન કરતા નથી તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ફરવા નીકળી પડતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી તેમજ કોઇ પણ આવશ્યક કામ સિવાય ફરવા માટે નીકળી પડતા હોઇ પગલા ભરી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ગઇકાલે રાતે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરતા અને જાહેરનામાનો ભંગ કરતા ૪૦થી વધુ લોકોની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.