પ્રતિષ્ઠીત હોટેલના બેઝમેન્ટમાં સેલ યોજી, ભીડ એકઠી કરનારની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, સેટેેલાઈટ વિસ્તારની એક પ્રતિષ્ઠીત હોટેલના બેઝમેન્ટમાં આવેલા હોલમાં ૧૦૦ કરતા પણ વધારે લોકો ભેગા થયા હોવાથી પોલીસેે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જાે કે આ હોલમાં જુદી જુદી બ્રાંડેડ કંપનીઓ દ્વરા કપડા,ં બૂટ સહિતની ચીજવ્સતુઓનું સેલ રાખવામાં આવ્યુ છે જેમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતાં સેટેેલાઈટ પોલીસે ગુનો નોંંધી આયોજકની ધરપકડ કરી હતી.
સેટેેલાઈટની હોટેલના બેઝમેન્ટમાં આવેલા એક હોલમાં બ્રાંન્ડેડ કંપનીઓએ કપડા, બૂટ, ચંપલ, સહિતની ચીજવસ્તુઓનું સેલ યોજ્યુ હતુ. જેમાં દરેક વસ્તુ પર પ૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ રાખવામાં આવ્યુ હતુ. જેના કારણે ત્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ દરમ્યાનમાં સેટેેલાઈટ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ કે.ડી.રવિયાને માહિતી મળી હતી કે હોલમાં ૧૦૦ કરતા પણ વધારે લોકો ભેેગા થયા છે. આથી ત્યાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. જેના આધારે સેટેેલાઈટ પોલીસ ત્યાં પહોંંચી હતી અને જાેયુ તો હોલમાં ૧૦૦ જેટલા માણસો ભેગા થયા હતા.
પોલીસે પૂછપરછ કરતા આ સેલનું આયોજન ઝવેરીલાલ પુખરાજ જેન (ઉ.વ.પ૦, મુંબઈ) એ કર્યુ હોવાનંુ જાણવા મળ્યુ હતુ. આથી પોલીસ ઝવેરીલાલ પુખરાજ જૈન વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યા હતા.