પ્રથમવાર બેન્ટોનાઈટ પાવડર અમદાવાદથી ગોરખપુર ટ્રેન મારફતે રવાના કરાશે
અમદાવાદ ડિવિઝનના દેશલપુર ગુડશેડથી પ્રથમવાર બેન્ટોનાઈટ પાવડર રશ્મિ મેટાલિક્સ લિ. ગોરખપુર માટે લોડિંગ કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના દેશલપુર ગુડ્સ શેડમાંથી પ્રથમવાર પશ્ચિમ બંગાળના ખડકપુર ડિવિઝનના રશ્મિ મેટલિક્સ લિમિટેડ ગોરખપુરને બેન્ટોનાઈટ પાવડરના પ્રથમ રેકનું લોડિંગ કરવામાંઆવ્યું હતું.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનના દૂરંદેશી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઊર્જાસભર પ્રેરણા અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU), અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહક યોજનાઓને પરિણામે આ મોટી સિદ્ધિ શક્ય બની છે.
નવા ઉત્પાદનો અને નવા બજારો પર કબજો કરવા માટે ડિવિઝન દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓએ નૂર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ડિવિઝન સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાના માર્ગ પર અગ્રેસર છે.
આ ક્રમમાં તાજેતરમાં અમદાવાદ ડિવિઝનના દેશલપુર ગુડ્સ શેડમાંથી દક્ષિણ પૂર્વ રેલવેના ખડકપુર ડિવિઝન પર રશ્મિ મેટાલિક્સ લિમિટેડ, ગોરખપુરને બેન્ટોનાઇટ પાવડરનો પ્રથમ રેક (બૂસ્ટ ટાઇપ રેકના 45 યુનિટ) મોકલવામાં આવ્યા હતો.
હંગ્રીફોર કાર્ગોની આદર્શ પરિકલ્પનાનો સંપૂર્ણ રીતે અમલ કરવાના ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે અને પરિણામે ડિવિઝને સફળતાનું વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.