પ્રથમ ક્વાર્ટરમાં જેડીપી ગ્રોથ રેટ રેકોર્ડ ૨૦.૧ ટકા
નવી દિલ્હી, લાંબા સમયથી કથળી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા હવે સુધરતી જાેવા મળી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીના આંકડા આવી ચુક્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો ગ્રોથ રેટ રેકોર્ડ ૨૦.૧ ટકા રહ્યો છે. આ શાનદાર આંકડા કહી રહ્યો છે કે કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર માટે જીડીપી પર સારા સમાચાર છે.
જીડીપી કોઈપણ દેશના આર્થિક સ્વાસ્થ્યને માપવા માટે સૌથી સચોટ માપ છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ ક્વાર્ટરના જીડીપી પરિણામો જાહેર કર્યા છે. આ મુજબ, પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીનો ગ્રોથ રેટ રેકોર્ડ ૨૦.૧ ટકા છે.
જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં નેગેટિવ ૨૩.૯ ટકા જીડીપી ગ્રોથ રેટ હતો. એટલે કે આ વખતે આંકડા અર્થતંત્રની સ્થિતિ સુધારવા તરફ આગળ વધી રહ્યા છે. આ પહેલા આરબીઆઈએ એપ્રિલ-જૂન ૨૦૨૧ ક્વાર્ટર માટે જીડીપી ગ્રોથ ૨૧.૪ ટકાનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, એસબીઆઇના ઈકોરેપ રિસર્ચ રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો જીડીપી ૧૮.૫ ટકાના દરે વધી શકે છે. એટલે કે, આ આંકડો આરબીઆઈના અંદાજથી થોડો ઓછો છે.
જાે કે, જીડીપીમાં તીવ્ર સુધારા સાથે અર્થવ્યવસ્થા પાટા પર આવી જવાના સંકેતો છે. ખરેખર, કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્ર કથળી ગયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ૭.૫ ટકાનો ઘટાડો થયો, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં તે માત્ર ૦.૪ ટકા હતો.
જ્યારે ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ) જીડીપી ગ્રોથ રેટ ૧.૬ ટકા નોંધાયો હતો. આ રીતે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે એકંદર જીડીપી ગ્રોથ રેટ -૭.૩ ટકા હતો. એટલે કે, હવે એમ કહી શકાય કે જીડીપીનો આ આંકડો ભારતીય અર્થતંત્રના ‘અચ્છે દિન’ તરફ આગળ વધતો જણાય છે.SSS