પ્રથમ ખાનગી રોકેટ એન્જિન રમણનું સફળ પરીક્ષણ કરાયું
હૈદરાબાદ, હૈદરાબાદ ખાતે સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે ઉપરના તબકકાના રોકેટ એન્જિન રમણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું આ એન્જિન ઘણા ઉપગ્રહોને એક સમયમાં અનેક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકે છે કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત સ્કાયરૂટ ભારતનું પ્રથમ ખાનગી અવકાશ પ્રક્ષેપણ વાહન બનાવી રહ્યું છે સ્કાયરૂટના સહ સ્થાપક અને સીઇઓ પવનકુમાર ચંદનાએ કહ્યું કે અમે ભારતના પ્રથમ થ્રી ડી પ્રિન્ટ બાય પ્રોપેલેન્ટ લિકિવડ રોકેટ એન્જિન ઇન્જેકટરનું પ્રદર્શન કર્યું છે પારંપરિક વિનિર્માણની તુલનામાં તેનું કુલ ઉત્પાદન ૫૦ ટકા ઓછું છે અને કુલ ઘટકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.આ એન્જિન ઘણી વખત ચાલુ થઇ શકે છે અને તેથી તે એક જ મિશનમાં ઘઆॅણા ઉપગ્રહોને અનેક કક્ષાઓમાં સ્થાપિત કરવામાં સક્ષમ છે.HS