પ્રથમ બે ટેસ્ટ માટે કોહલી, હાર્દિક અને ઈશાંતની વાપસી
મુંબઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની સામે થનાર ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા ની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માની વાપસી થઈ છે. ઈશાંતે માંસપેશીઓમાં ખેંચાણની ઈજાથી સ્વસ્થ થઈ મુશ્તાક અલી ટ્રોફીમાં વાપસી કરી હતી અને સારી લયમાં જાેવા મળ્યો હતો.
ઈંગ્લેન્ડની સામે પહેલી બે ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ.
આ ઉપરાંત અન્ય ખેલાડીઓમાં કેએસ ભરત (વિકેટકીપર), અભિમન્યુ ઈસ્વરન શાહબાજ નદીમ અને રાહુલ ચહરને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત ખેલાડીઓની અવેજીમાં ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત નેટ બોલર તરીકે અંકિત રાજપૂત, આવેશ ખાન, સંદીપ વોરિયર, કૃષ્ણપ્પા ગૌતમ અને સૌરભ કુમારને સામેલ કરવામાં આવ્યા છે.
આ બે ટેસ્ટ મેચો માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (ખભામાં ફ્રેક્ચર), ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (અંગૂઠામાં ફ્રેક્ચર), ફાસ્ટ બોલર ઉમેશ યાદવ (માંસપેશીઓમાં ખેંચાણ) અને બેટ્સમેન હનુમા વિહારી (માંસપેશીમાં ખેંચાણ)ના નામો પર ઈજાને કારણે ચર્ચા કરાઈ નથી. ચેન્નાઈમાં રમાનાર પ્રથમ બે ટેસ્ટ મેચો (૫-૯ અને ૧૩-૧૭ ફેબ્રુઆરી) માટે ભારતીય ટીમને ૨૭ જાન્યુઆરીએ બાયો બબલમાં પ્રવેશ કરવો પડશે.SSS