પ્રથમ વરસાદમાં જ રસ્તાઓમાં પડેલા ખાડાઓ, ભૂવાઓ તથા વધી રહેલી ગંદકી ક્યારે દુર કરાશે
રસ્તા પરના ખાડાને કારણે વાહનચાલકો સ્લીપ થયા, ઈજા પામ્યાના અનેક બનાવો : ભૂવાઓ ફરી ફરીને એજ જગ્યાએ કેમ પડે છે ? મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પ્રજાનો વધી રહેલો આક્રોશ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં તાજેતરમાં મેઘરાજાએ વિરામ તો લીધો છે. પરંતુ રસ્તાઓ પર પડેલ નથી ખાડાઓ રીસરફેસ થતાં કે પડેલા ભૂવાઓ નથી પુરાતા. મ્યુનિસિપલ કોર્પોેરશનના શાસકો ભલે દાવો કરતા હોય કે શહેર સ્માર્ટ સીટી બનતું જાય છે. પરંતુ રસ્તાઓ ઉપરથી જ્યારે તેમની ગાડીઓ પસાર થતી હોય ત્યારે ન તો ખાડા ખુબદા રસ્તાઓ જાવા મળતા હશે નથી વણપુરાયેલા ભૂવાઓ.
શેહરના મોટાભાગના રસ્તાઓ ચોમાસામાં ધોવાઈ જતાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડતા હોવાને કારણે વાહન ચલાવનારા વાહનચાલકોને મુશ્કેલી તો પડે જ છે. પંરતુ હવે તો રાહદારીઓને રસ્તાઓ ઉપર કેમ ચાલવુ તે પણ એક પડકારરૂપ બન્યુ છે. સરખેજથી મકરબા તરફ જતાં રસતા ઉપર નજર નાખંવામાં આવે તો રસ્તો છે કે ખાડાઓ છે તે કહેવું મુશ્કેલ બન્યુ છે. અત્યાર સુધીમાં ઘણા ટુ વ્હીલર્સના ચાલકો દિવસના અજવાળામાં તો સ્લીપ ખાઈ જ જતાં હોય છે જેને કારણે સાધારણ ઈજાઓ પણ તેમને પહોંચી હોવાના બનાવો નોંધાયા છે. તો પછી રાત્રીના અંધારામાં તો શું હાલત થતી હશે એેનો તો માત્ર વિચાર આવતા જ કંપી જવાય એવી સ્થિતિ છે.
વરસાદે તો વિરામ તો લીધો છે. પણ હજુ પાણીના નિકાલ કરવા માટે સતાવાળાઓ પાસે સમય નથી કે તેમની નિષ્ક્રિયતા આ વાત માત્ર સરખેજ-મકરબાના રસ્તાની જ નથી. પૂર્વ વિસ્તારના રસ્તાઓની પણ એ જ પરિસ્થિતિ જાવા મળે છે. તંત્ર ક્યારે સુધરશે તેની ચર્ચા આજે નગરજનો કરી રહ્યો છે.
પ્રથમ ગ્રાસે મક્ષિકાની માફક જ પ્રથમ વરસાદમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નિવડ્યો છે. પરંતુ વરસાદે વિરામ લીધા બાદ પણ શાસકોને રસ્તાઓ સરખા કરવાની કે ભૂવાઓ પુરવાની વિચાર સુધ્ધા કેમ નહીં આવતો હોય??
મ્યુનિસિપલ સત્તાવાળાઓનું કહેવું છે કે મોટાભાગના ભુવાઓ પુરાઈ ગયા છે. હા, વાત તદ્દન સાચી જ છે. પરંતુ જે ભૂવાઓ પુરાયા છે તે માત્ર માટી નાંખીને જ પુરાયા છે. રોડા કે ડામર પાથરીને નહીં. પરિણામે ત્યાંને ત્યાં ફરી ફરીને ભૂવાઓ પડતા હોય છે. અથવા તો સાધારણ વરસાદ પડતા માટી અંદર ઉતરી જતાં રાહદારી કે વાહનચાલકો માટે પસાર થવાનું મુશ્કેલ બને છે.
મ્યુનિસિપલ કમિશ્નરે દાવો કર્યો હતો કે શહેરમાંથી ગંદકી ઝીરો થઈ જશે. પરંતુ ગંદકી ઝીરો થઈ નહીં પરંતુ પ્લસ થતી જાય છે. જ્યાં જ્યાં નજર કરે ત્યાં જાવા મળે છે માત્ર ગંદકીના જ થર-ઢગલા-કચરા, વળી કેટલીક સાસાયટીઓમાં મહિનાથી ઝાડ-પાનના ડાખળાઓનો કચરો પડ્યો છે. પરંતુ હજુ સફાઈ કામદારને ઉપાડવાની નવરાશ મળી નથી. વરસાદ પડતા જ કચરાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરોના ઉપદ્રવ એટલો વધી રહ્યો છે કે પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે.
મચ્છરોની દવા છાંટવા પાછળ લાખ્ખો રૂપિયા ખચ્યા હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો થતો નથી. દવાનો છંટકાવ થવાને કારણે મચ્છરો વધી રહ્યા છે.મ્યુનિસિપલ તંત્ર ગંભીરતાથી ગંદકી સાફ કરવા પગલાં લે તથા શહેરમાં દવાનો છંટકાવ શરૂ કરે એમ લોકો ચર્ચી રહ્યા છે.