પ્રદર્શનકારીઓની ઘટતી સંખ્યાએ કિસાન સંગઠનોની ચિંતા વધારી
નવીદિલ્હી: ત્રણ કૃષિ કાનુનોને રદ કરવાની માંગને લઇ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજયોના કિસાનોના ધરણા પ્રદર્શન ૧૦૦ દિવસથી પણ વધુ સમય સુધી જારી છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓની ઘટતી સંખ્યાએ સંયુકત કિસાન મોરચાની પણ ચિંતા વધારી દીધી છે સિંધુ ટીકરી શાજહાંપુરની સાથે ગાજીપુર બોર્ડર પર પણ કિસાન પ્રદરર્શનકારીઓની સંખ્યામાં ઝડપથી ધટાડો નોંધાઇ રહ્યો છે
જયારે સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારીઓની ઘટતા સંખ્યાથી પરેશાન આંદોલનકારીઓના નેતાઓએ લંગરોની સંખ્યા વધારી દીધી છે પહેલા જયાં એક લંગર જ લાગતા હતાં ત્યાં હવે દિલ્હીની સીમામાં લગાનાર પંડાલમાં લગભગ ૫૦ મીટરના દાયરામાં ચાર લંગર ચાલી રહ્યાં છે. તેમાં બે લંગર તો પંડાલથી લગભગ ૧૦ મીટરના અંતર પર છે તેમાં ચ્હા કોપી કિશમિશ બાદામ પુડી શાકભાજી ધી શકકર જલેબી દુધ બર્ગર પિજા વગેરેની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે જ વોટર પ્રુફ ટેંટમાં એસી મુલામય ગાદી પ્રોટીનના ડબ્બાની સાથે જિમથી લઇ મસાજ સુધીની સુવિધા કૃષિ કાનુન વિરોધીઓ માટે ઉપલબ્ધ છે પંડાલમાં જ ચ્હા કોફી જુસ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી કોઇ પણ પ્રદર્શનકારીઓ ધરણા સ્થળેથી ન ઉઠે અને ભીડ નજર આવતી રહે
કુંડલી બોર્ડર પર અનેક લંગર તો એવા છે જે ૨૪ કલાક ચાલતા રહે છે જયાં ભોજનની સાથે સાથે ચ્હા બિસ્કીટ દુધ વગેરે ૨૪ કલાક ઉુપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે આ ઉપરાંત રોજ ખુબ લોકો એવા પણ અહીં પહોંચી જાય છે જે પ્રદર્શનકારીઓને આઇસક્રીમ ઠંડુ દુધ ખીર વગેરે વિતરીત કરી ચાલ્યા જયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર લંગરો પર ખુબ ગુપ્ત દાન પણ આવી રહ્યું છે અજાણ્યા લોકો ૨૦થી ૨૫ હજાર રૂપિયા સુધી લંગર સ્થળ પર ગુપ્ત દાન પણ કરે છે જયારે કોઇ પૈસા લેવાનો ઇન્કાર કરે છો તો તે પૈસા ન આપી તેના માટે રાશન રખાવી દે છે રાજમા ચોખા ટ્રકોમાં ભરીને લંગર સ્થળ પર પહોંચાડાયા છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ એક પર ૯૬ દિવસથી ધરણા પર બેઠલ કૃષિ કાનુન વિરોધીને વીઆઇપી ટ્રીટમેંટ આપવામાં આવી રહી છે અહીં એસી પંખા વગેરેની સુવિધા આપી પ્રદર્શનકારીઓ માટે આવા ટેંટ બનાવવામાં આવી રહ્યાં છે જે ખુબ લોકોના ઘર પણ હોતા નથી લોકો પંજાબથી આવી ૧૦થી ૧૫ દિવસ છુટ્ટી મનાવામાં આવે છે કારણે ન તો તેમને અહીં રહેવાના પૈસા લાગી રહ્યાં છે અને ન તો ભોજનના આથી તેઓ અહીં રોકાવવા માટે આવી જાય છે.