પ્રદર્શન કરતા સચિન પાયલટ સહિત અનેકને કસ્ટડીમાં લેવાયા
નવી દિલ્હી, મની લોન્ડ્રિંગ મામલે રાહુલ ગાંધીને ઈડીની પૂછપરછને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સતત ચાલું જ છે. બુધવારે પણ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓને પાર્ટી કાર્યાલય અને ઈડી હેડક્વાર્ટર બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યાં તેમણે પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
અધીર રંજન ચૌધરી, ભૂપેશ બઘેલ અને પવન ખેડા સહીત પાર્ટીના ટોચના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતા અજય કુમાર લલ્લુ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓને કોંગ્રેસ હેડક્વાર્ટર બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની બહાર ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું હતું.
ઈડી રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૧ કલાક સવાલ-જવાબ થઈ ચૂક્યા છે. તેના વિરોધમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સતત પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર કોંગ્રેસ કાર્યકર્તાને પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રવેશ પર રોકીને રાજકીય ગતિવિધિઓને રોકવાનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, કેન્દ્ર સરકારે તેનું પરિણામ ભોગવવું પડશે.
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાહુલ ગાંધી ખેડૂતો, જવાનો અને મજૂરો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલા માટે તેમની સામે ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.SS2KP