પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષથી શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે નારાજ
મુંબઇ: પંજાબ કોંગ્રેસનો ઝઘડો તો હજી માથે છે અને હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનો ખટરાગ વધી રહ્યો છે.આ બંને પાર્ટીઓ મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર છે પણ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના સાહેબ પટોળે સામે એનસીપી અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસના હાઈ કમાન્ડ સમક્ષ નારાજકી વ્યક્ત કરી છે.
શરદ પવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી પાસે એ વાતનુ પણ સ્પષ્ટીકરણ માંગ્યુ છે કે, કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાની છે કે કેમ.તાજેતરમાં પટોળેએ એવુ પણ કહ્યુ હતુ કે, શરદ પવારે ૨૦૧૪માં કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંક્યુ હતુ.જેનાથી પણ પવાર નારાજ છે.
નાના સાહેબ પટોળે ગઈકાલે પણ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકારનુ રિમોટ કંટ્રોલ શરદ પવાર પાસે છે.આમ પવારની નારાજગી વધી ગઈ છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે પણ નાના સાહેબ પટોળેથી નારાજ છે.
એક અહેવાલ પ્રમાણે નાના પટોળે સામે શરદ પવારની નાજરાગીને જાેતા મામલામાં સમાધાન માટે કોંગ્રેસે પોતાના એક વરિષ્ઠ નેતાને જવાબદારી સોંપી છે.આ માટે આ નેતાએ શરદ પવાર સાથે મુલાકાત પણ કરી છે અને હવે બહુ જલ્દી રાહુલ ગાંધી મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના સાહેબ પટોળેને દિલ્હી બોલાવીને વાત કરશે.