પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પટેલને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી

સાકરીયા: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને વિજયનગર સહિત વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
આ કાર્યકરોએ તાજેતરમાં જ ચૂંટાયેલા આ જિલ્લાના અને વિજયનગર તાલુકાના વતની રાજ્ય સભાના સભ્ય રમીલાબેન બારા સાથે ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમ ખાતે જઇને બ્રહ્માજીની છબી શુભેચ્છા રૂપે ભેટ આપી હતી અને આ કાર્યકરોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.આ મુલાકાતીઓમાં રમીલાબેન બારા સાથે
વિજયનગર તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શાહ,મહામંત્રી માવજીભાઈ ડામોર,,મહામંત્રી જયંતીભાઈ પટેલ સહિત ઉપરાંત પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા શહેરના ભાજપના સંગઠનના પ્રમુખ-મહામંત્રીઓ સહિતના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખ સી.આર..પાટીલ ને ગાંધીનગર કમલમમાં જઈને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.ને પ્રદેશ પ્રમુખ સી.આર..પાટીલને શુભેચ્છા પ્રતીક રૂપે બ્રહ્માજીની છબી આપી હતી.