પ્રધાનમંત્રીએ ઇઝરાઇલના લોકો અને યહૂદી મિત્રોને હન્નુકકા પર્વની શુભેચ્છા પાઠવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Mask-Western1-1024x768.jpg)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ઇઝરાઇલના લોકો અને યહૂદી મિત્રોને હન્નુકકા ઉત્સવની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે “ઇઝરાઇલના મૈત્રીપૂર્ણ લોકો અને આખા વિશ્વના યહૂદી મિત્રોને ચાગ હન્નુકકા સૈમઈચ. આ ઉત્સવ આપણા જીવનમાં શાંતિ અને પ્રકાશ લાવે અને આપણા લોકો વચ્ચેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવે.”
આ ટ્વીટ સાથે પ્રધાનમંત્રીએ ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ રૂવેન રિવિલને ટેગ કર્યાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિબ્રુ ભાષામાં પણ ટ્વિટ કર્યું હતું.