પ્રધાનમંત્રીએ કર્યુ દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપૂર, ગરૂડેશ્વર, ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, સ્મીમેર હોસ્પિટલ સુરત, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીધામ તથા રાજપીપળા, જાલોદ અને મોરબી ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટ જનસેવા માટે સમર્પિત કર્યા.
ગાંધીધામ ખાતે રાજયમંત્રીશ્રી આર.સી.મકવાણાની ઉસ્થિતીમાં પી.એમ.કેર ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે કચ્છની આરોગ્ય સુવિધાઓ ઓકિસજન પ્લાન્ટના લોકાર્પણથી વધુ સુસજ્જ થશે.