પ્રધાનમંત્રીએ નીતીશ કુમારને અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી નીતીશ કુમારને અભિનંદન પાઠવ્યા છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરવા બદલ નીતીશ કુમાર જીને અભિનંદન. હું બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ મંત્રીઓને પણ અભિનંદન આપું છું. એનડીએ પરિવાર બિહારની પ્રગતિ માટે સાથે મળીને કામ કરશે. હું બિહારના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી દરેક સંભવિત સમર્થનની ખાતરી આપું છું. “