પ્રધાનમંત્રીએ રામવિલાસ પાસવાનના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
શ્રેણીબદ્ધ ટવિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું આ દુઃખ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકું તેમ નથી. આપણા દેશમાં એક એવી ખોટ પડી છે જે કદાચ ક્યારેય ભરાશે નહીં. શ્રી રામવિલાસ પાસવાન જીનું અવસાન એ વ્યક્તિગત ખોટ છે. તેઓ સુનિશ્ચિત કરતા કે દરેક ગરીબ વ્યક્તિ ગૌરવ પૂર્ણ જીવન જીવે એવા મેં મૂલ્યવાન સાથીદાર અને એક મિત્ર ગુમાવ્યો છે.
શ્રી રામવિલાસ પાસવાન જીનો ઉદય રાજકારણમાં સખત મહેનત અને દ્રઢ સંકલ્પ દ્વારા થયો હતો એક યુવાન નેતા તરીકે, તેમણે કટોકટી દરમિયાન જુલમ અને આપણા લોકશાહી પરના હુમલોનો પ્રતિકાર કર્યો. તેઓ એક ઉત્કૃષ્ટ સંસદસભ્ય અને મંત્રી હતા, જેમણે ઘણા નીતિગત ક્ષેત્રોમાં કાયમી યોગદાન આપ્યું હતું.
પાસવાન જી સાથે ઉભા રહીને કામ કરવું એક અતુલ્ય અનુભવ રહ્યો છે. કેબિનેટની બેઠકો દરમિયાન તેમની દરમિયાનગીરીઓ સમજદારી પૂર્ણ રહી હતી. રાજકીય શાણપણ, તથા રાજનીતિ અને શાસનના પ્રશ્નો અંગે તેઓ તેજસ્વી હતા. તેમના પરિવાર અને સહયોગી પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. “