Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ સુરતની વંદનાની કળાને બિરદાવી

સુરતમાં રહેનારી વિદ્યાર્થીની વંદના માટે, જેણે દિવાળી પર પ્રધાનમંત્રીની એક ખૂબ જ સુંદર રંગોળી બનાવી તેનો ફોટો પ્રધાનમંત્રીને મોકલ્યો હતો. આમ તો વંદના ન તો સાંભળી શકે છે અને ન તો તે બોલી શકે છે. પરંતુ વંદનાએ પ્રધાનમંત્રીની જે રંગોળી બનાવી છે તે એટલી જીવંત છે, જાણે તે પોતે બોલી ઉઠશે.

આમ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી લોકોને તેમના પત્રોનો જવાબ આપે છે અને તેમનું મનોબળ વધારે છે. જો કે આ વખતે પ્રધાનમંત્રીએ જે પત્રનો જવાબ આપ્યો છે તે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં પ્રધાનમંત્રીએ આ પત્ર લખ્યો છે

વંદનાને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ તેનો જુસ્સો વધારતા કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓ અને અડચણો આવતી રહે છે પરંતુ આપણે તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ જો હિંમત ન હારીએ અને તેનો હિંમતપૂર્વક સામનો કરીએ તો હકીકતમાં એ જ આપણી જીત છે. પ્રધાનમંત્રીએ પત્રમાં આગળ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને સાથે જ એ આશા વ્યક્ત કરી છે કે તે શિક્ષણ અને કળાના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરે. આ પહેલા વંદનાએ પત્ર લખીને પ્રધાનમંત્રીને તેના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.