પ્રધાનમંત્રીએ 2001ના સંસદના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પરના હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણે 2001માં એ દિવસે આપણી સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલી નહીં શકીએ. સંસદની રક્ષામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની વીરતા અને બલિદાનને આપણે યાદ કરીએ છીએ. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.”