Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીના ૭૦માં જન્મ દિવસની ઠેર ઠેર ઉજવણી : નરેન્દ્ર મોદીએ લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

વડાપ્રધાને મોદીએ તેમના શાસનકાળના મહત્વપૂર્ણ નિર્ણયોની દેશભરમાં પ્રસશાં : વિશ્વના મોટા ભાગના દેશોમાં મોદી સૌથી વધુ લોકપ્રિય  

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 ના વર્ષમાં સત્તા સભાળ્યા બાદ વડાપ્રધાન પદની તાકાત કેવી હોય તે વિશ્વભ રના દેશોને બતાવી દીધી છે સષ્પટ બહુમતી સાથે કેન્દ્રમાં મોદી સરકારની સ્થાપના થયા બાદ કોઈપણ જાતના દબાણ વગર અકે પછી એક મહત્વ પૂર્ણ નિર્ણયો મોદી સરકારે લીધા છે ચૂંટણી પ્રચારમાં આપેલા  વચનો પાળીને દેશભરની જનતામાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય બની ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશમીરમાં આર્ટીકલ 370માં સશોધન બીલ લાવી સૌને ચોકાવી દીધા હતા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આર્ટીકલ 370ને મુખ્ય મુદ્દો બનાવીયો હતો અને તે વચન પૂર્ણ કર્યુ છે આ ઉપરાંત એનઆરસી કાયદાનો પણ અમલ કર વામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી વધુ ચર્ચા સ્પદ અધોધ્યા વિવાદનો અંત લાવી તેમનો રામ મંદિરનો  શીલાનીયાસ કરતા હવે રામ મંદિરનું બાંધકામ ખૂબજ ઝડપથી પૂર્ણ કરવા માટે તૈયારી શરુ કરવી દેવાઈ છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રીપલ તલાકમાંથી મુક્તી અપાવી છે જેના પરિ ણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થઈ ગયો છે આ કાયદો બનાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એડી ચોટીનું જોર લગાવ્યુ હતુ અને સંપૂર્ણ અભ્યાસ અને તૈયારી બાદ ત્રીપલ તકાલનો કાયદામાંથી મુસ્લિમ મહીલાઓને મુક્તિ અપાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના છેવાડા ગામોમાં રહેતા ગરીબ  વર્ગના લોકો માટે પણ ઉજ્જવલા યોજના જાહેર કરી દેશભરમાં વર્ષતા ગરીબ  નાગરીકોને મોફત એલપીજી કનેકશનો આપતા હવે ઝૂપડાઓમાં પણ ગેસના બાટલા પહોચવા લાગ્યા છે.આ યોજના વ્યાપક આવકાર મલીયો હતો મોદી સરકારનો આ ખૂબ જ મહત્ત્વ પૂર્ણ નિર્ણય હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલા સ્વૈચ્છા અભિયાનમાં દેશભરના લોકો સ્વૈછીક રીતે જોડાયા છે અને તેની વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જાહેર કરેલી જનધન યોજનામાં બેંકોની અંદર ગરીબ  લોકો ઝીરો બેલેન્સી ખાતા ખોલાવા લાગ્યા છે આ ઉપરાંત તેમને ગરીબ  વર્ગના લોકોને હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહે તે માટે વિવિધ યોજના ઓ જાહેર કરેલી છે તે માટે મોટી સંખ્યામા લોકો લાભ લઈ રહ્યા છે  આષ્યુમાન ભારત યોજનામાં સ્વાચ્છીય વીમો આપી રહ્યા છે લાભાર્થી પરિવારને રૃ 5 લાખ સુધીનો વિમો મળે છે.

વડા પ્રધાન બન્યા બાદ મોદીએ દેશના નાગરિકોને ઘરનું ઘર મળી રહે 2022 સુધીમાં  તમામ લોકો પાકા મકાનમાં રહેતા થાય તે માટે આવાસ યોજના જાહેર કરી છે અને તેનું પૂર જોશમાં કામ ચાલી રહ્યુ છે વડાપ્રધાન મોદી ની આગેવાનીમાં નેશનલ અ્જ્યુકેશન પોલીસીની જાહેરાત કરવામાં આવી છે વર્ષો સુધી શૈક્ષિણ પ્રધાનમાં આમુલ પરિવર્તન કરવામ આવતા શીક્ષણ શાસ્ત્રીપણ આ નવી શિક્ષણ પોલીસને આવકારી છે.

દેશમાં વર્તમાન કોરોના પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીઅે લોકડાઉન જાહેર કરતાક આજે દેશમાં અન્ય દેશોની સરખામણીમાં પરિસ્થિતિમાં ખૂબજ સારી બનાવા લાગી છે અેટલુ જ નહી પરતુ કોરોના વાઈરસની રેસીના સંશોધનમાં પણ ભારતમાં ખૂબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર એવા ભારતીય નેતા છે કે જેમના નામે અમેરિકામાં ચૂંટણીની અંદર મત માગવામાં આવી રહ્યા છે આેટલુ જ નહી પરતુ વડાપ્રધાન મોદીને ચૂંટણી પ્રચાર કરવા માટે ડોનાલ્ટ ડ્રમ તેમને અમેરીકાબોલાવી સભાને સભોધન કરાવીયુ હતુ

વર્તમાન સ્થિતિ જોતા સરહદ ઉપર સતત તંગદીલી વધી રહ્યી છે પરતુ ભારતીય જવાનોને પ્રોત્સાહીતક કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરહદ પર પહોચી ગયા હતા જવાનો ને મટી તેમની સાથે મળી મહત્ત્વ પૂર્ણ ચર્ચા કરી હતી એટલુ જ નહી પરતુ ભારતીય જવાનોને છૂટો દોર પણ તેમને આપી દીધો છે. જેના પરીણામે  પાકિસ્તાન સરહદ ઉપર પાકિસ્તાનની સેનાને ભારતીય સૈનાઓ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

આજે ૧૭ સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોના પ્રારંભ સાથે ઉજવવાનો ર્નિણય કર્યો છે. ૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, મહિલા ઉત્કર્ષ, આદિજાતિ વિસ્તારમાં પાણી પૂરવઠાના કામોના લોકાર્પણ-કાર્યારંભ તેમજ કલાયમેટચેન્જ વિભાગના વિવિધ ૧૦ જેટલા એમઓયુ અને પાટનગર ગાંધીનગરમાં ૨૪ટ૭ પીવાના પાણીની યોજનાના ઇ-ખાતમૂર્હત ઇ લોન્ચિંગ કાર્યક્રમો યોજાવાના છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ-લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૦ જેટલા સ્થળોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, બોર્ડ-નિગમના અધ્યક્ષો, પદાધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં જોડાશે.

ગુરૂવારે ૧૭ સપ્ટેમ્બરે સમગ્ર દિવસ દરમ્યાન યોજાનારા આ વિકાસ કાર્યક્રમોમાં સૌ પ્રથમ કાર્યક્રમ સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રાકૃતિક ખેતી માટેના વધુ બે પગલાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચની રૂપિયા ૯૦૦ની સહાય તેમજ જિવામૃત બનાવવા માટે કિટ સહાયની યોજનાના ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ અવસરે પ્રતિકરૂપે ગાંધીનગરમાં લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં આ બે યોજનાઓ અંતર્ગત કુલ ૮૦ કરોડ રૂપિયાની સહાય બે લાખ જેટલા ધરતીપુત્રોને આપવાનું આયોજન છે.

પ્રધાનમંત્રીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે માત્ર એક જ દિવસમાં ૪૯૦૦ લાભાર્થી ખેડૂતોને ૧.૩૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અન્વયે પ્રથમ બે પગલાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન સહાય યોજનાનું તાજેતરમાં ૧૦મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીએ ઇ -લોન્ચિંગ કર્યુ હતું. પ્રધાનમંત્રીના જન્મદિને રાજ્યના ધરતીપુત્રોને ભેટ રૂપે હવે વધુ બે પગલાંઓનું લોન્ચિંગ થવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.