Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી

“ગરીબોના કલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત એવા, રાષ્ટ્રના સૌથી લોકપ્રિય નેતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા”

“પ્રધાનમંત્રી મોદીના રૂપમાં રાષ્ટ્રને એવા નેતા મળ્યા છે જેમની વિવિધ કલ્યાણકારી નીતિઓની મદદથી સમાજનો વંચિત વર્ગ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે અને તેમણે મજબૂત ભારતનો પાયો નાંખ્યો છે”

“દાયકાઓથી પોતાના અધિકારોથી વંચિત રહેલા ગરીબોને આવાસ, વીજળી, બેંક ખાતાં કે પછી શૌચાલયો, કંઇપણ આપવાની વાત આવે, કે પછી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ માતાઓને રાંધણ ગેસ આપવાનો હોય અને તેમને સન્માનપૂર્ણ જીવન આપવાની વાત હોય, આ બધુ જ માત્રને માત્ર પ્રધાનમંત્રી મોદીની સમર્પિત કટિબદ્ધતા અને અડગ દૃઢ સંકલ્પના પરિણામે જ શક્ય છે”

“મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે જેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે સમર્પિત છે એવા પ્રધાનમંત્રી મોદીના સમર્થ નેતૃત્ત્વમાં ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો તે ખરેખર ખૂબ ધન્યતાની બાબત છે”

“હું, કરોડો દેશવાસીઓની સાથે મળીને પ્રધાનમંત્રી મોદીના સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું”

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં લખ્યું હતું કે, “ગરીબોના કલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત એવા, રાષ્ટ્રના સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. “પ્રધાનમંત્રી મોદીના રૂપમાં રાષ્ટ્રને એવા નેતા મળ્યા છે જેમની વિવિધ કલ્યાણકારી નીતિઓની મદદથી સમાજનો વંચિત વર્ગ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે અને તેમણે મજબૂત ભારતનો પાયો નાંખ્યો છે”

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “દાયકાઓથી પોતાના અધિકારોથી વંચિત રહેલા ગરીબોને આવાસ, વીજળી, બેંક ખાતાં કે પછી શૌચાલયો, કંઇપણ આપવાની વાત આવે, કે પછી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ માતાઓને રાંધણ ગેસ આપવાનો હોય અને તેમને સન્માનપૂર્ણ જીવન આપવાની વાત હોય, આ બધુ જ માત્રને માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સમર્પિત કટિબદ્ધતા અને અડગ દૃઢ સંકલ્પના પરિણામે જ શક્ય છે.”

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, “શક્તિશાળી, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે જેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે સમર્પિત છે એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સમર્થ નેતૃત્ત્વમાં ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો તે ખરેખર ખૂબ ધન્યતાની બાબત છે. હું, કરોડો દેશવાસીઓની સાથે મળીને પ્રધાનમંત્રી મોદીના સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.