પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટરોને લહાણીઃ મ્યુનિ. કોંગ્રેસ
મળતીયા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવામાં આવે છે તેમજ જ્યારે બન્ને કામોની કુલ રકમ ૧૭૭ કરોડ જેટલી માતબર હોય ત્યારે કોન્ટ્રાક્ટરોની રીંગ બનાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં
બે કામ મિરંબિકા કન્ટ્રક્શનને આપવાની દરખાસ્ત છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવાસ યોજના અંતર્ગત શહેરમાં જુદી જુદી જગ્યાએ આવાસ યોજના ઓ કાર્યરત કરવામાં આવી છે. ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ૪૫૫ અને ૧૧૬૯ એમ કુલ ૧૬૨૪ આવાસો બનાવવાનું કામ ૧૪ ટકા વધારા સાથે આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે તે બાબતે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના શહેઝાાદખાન પઠાણે આ અંગે વધુ વિગત આપતા જણાવ્યુ હતુ કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકરબા ખાતે ૪૫૫ આવાસો ની યોજનામાં પ્રતિ ચોરસ મીટર ૨૨,૫૦૦ ના ભાવે અંદાજીત રકમ મા ૧૪.૫ ટકા ભાવ વધારા સાથે પ્રતિ ચોરસ મીટર ૨૪,૫૨૧ના ભાવ પ્રમાણે ૩,૯૧,૨૧,૯૫૦ રૂ. નો વધારો
અને બીજા અન્ય ખર્ચા (બાહ્ય ઇન્ફ્રા સ્ત્રકચર, આર્કિટેક્ચર કન્સલ્ટન્સી,રેરા રજીસ્ટ્રેશન એનોસી ખર્ચ ) રૂ. ૬,૬૩,૯૯,૦૬૮ મળીને કુલ રકમ રૂ. ૩૮,૩૯,૪૬,૦૧૮ અને કામ નંબર ૪ માં ઉત્તર ઝોનના નરોડા ખાતે ૨૯૯ આવાસો મુઠીયા ગામે ૪૦૦ આવાસો ,મુઠીયા ગામ પાસે બીજા પ્લોટમાં ૪૭૦ આવાસો એમ કુલ મળીને ૧૧૬૯ આવાસો બનાવવાની યોજના માં પ્રતિ ચોરસ મીટર ૨૨૩૭૦ રૂ ના ભાવે
અંદાજીત રકમ ૧૦૦,૩૦, ૭૦,૮૦૦ માં ૧૪.૭૫% ના ભાવ વધારા સાથે પ્રતિ ચોરસ મીટર ૨૫,૬૬૯ રૂ. ના ભાવ પ્રમાણે ૧૪,૭૯,૨૭,૧૬૦ રૂ. નો ભાવ વધારો અને બીજા અન્ય ખર્ચા (બાહ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચર કન્સલ્ટન્સી, રેરાં રજિસ્ટ્રેશન, એન ઓ સી ખર્ચ) ૨૪,૦૬,૭૩,૬૭૪ રૂ. મળીને ૧૩૯,૧૬,૭૧,૬૩૪ રૂ. થઈ આ બંને ગામોમાં અંદાજીત રકમ અને ટેન્ડર ની રકમ નો તફાવત ૪૯,૪૧,૨૧,૮૫૨ રૂ. છે જે ખૂબ જ મોટો છે.
આ બંને કામ મિરંબિકા કન્ટ્રક્શનને આપવાની દરખાસ્ત છે. જ્યારે કોઈ પણ કામનું ટેન્ડર મૂકવામાં આવે ત્યારે અંદાજીત રકમ પણ જે તે સમયે જ નક્કી થતી હોય છે તેથી અંદાજીત રકમ અને ટેન્ડરની રકમ વચ્ચે ૧૪ ટકાનો તફાવત તદ્દન અયોગ્ય છે.
કારણકે મળતી માહિતી મુજબ ખાનગી બાંધકામ ક્ષેત્રે આખા અમદાવાદમાં કોઈપણ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૧૭ હજાર થી અઢાર હજાર રૂપિયાના ભાવે સારામાં સારું બાંધકામ કરતા હોય છે અને દરેક માટે સીમેન્ટ તથા લોખંડ ના ભાવ સમાન રહેતા હોય છે.ખાનગી બાંધકામ કરતા સરકારી બાંધકામ હલકી કક્ષાનું હોય છે.
તેમ છતાં આ દરખાસ્ત માં પ્રતિ ચોરસ મીટર પાંચ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા નો વધારો કેમ આપવામાં આવે તે ગંભીર પ્રશ્ન છે. પ્રતિ ચોરસ મીટર પાંચ હજારથી સાત હજાર રૂપિયા આપ્યા બાદ પણ ૧૪ ટકાનો ભાવ વધારો તદ્દન અયોગ્ય છે.
આ તમામ બાબતો સાફ દર્શાવે છે કે પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવામાં આવે છે તેમજ જ્યારે બન્ને કામોની કુલ રકમ ૧૭૭ કરોડ જેટલી માતબર હોય ત્યારે કોન્ટ્રાક્ટરોની રીંગ બનાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં આ દરખાસ્ત નો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ છે